For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓગસ્ટે પીએમ મોદી કરશે મોટુ એલાન! દર મહિને મળશે 3000 રૂપિયા

15 ઓગસ્ટના રોજ પીએમ મોદી એક વાર ફરીથી મોટી ઘોષણા કરવાના છે. આ વખતે એલાન દેશના અન્નદાતાઓ માટે કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

15 ઓગસ્ટના રોજ પીએમ મોદી એક વાર ફરીથી મોટી ઘોષણા કરવાના છે. આ વખતે એલાન દેશના અન્નદાતાઓ માટે કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે 15 ઓગસ્ટના રોજ પીએમ મોદી ખેડૂતો માટે પેન્શન સ્કીમની ઘોષણા કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના લાગુ કરવા માટે મિકેનિઝમ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. આ યોજના હેઠળ અન્નદાતાઓને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે.

15 ઓગસ્ટના રોજ પીએમ કરશે ઘોષણા

15 ઓગસ્ટના રોજ પીએમ કરશે ઘોષણા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 ઓગસ્ટના રોજ ખાસ પ્રસંગે પીએમ મોદી ખેડૂતો માટે પેન્શન સ્કીમની ઘોષણા કરી શકે છે. આ સ્કીમનો લાભ 12-13 કરોડ ખેડૂતોને મળશે. યોજનાને ઘણા તબક્કામાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં 5 કરોડ ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે જેમાં 18થી 40 વર્ષ સુધીના ખેડૂતોને આ સ્કીમ સાથે જોડવામાં આવશે અને તેમને 60 વર્ષ પૂરા થયા બાદ તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે મળશે.

દર મહિને મળશે 3000 રૂપિયા

દર મહિને મળશે 3000 રૂપિયા

પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના હેઠળ ખેડૂતોને પેન્શન તરીકે 3000 રૂપિયા પેન્શન મળશે. જો અંશધારકનું મોત થઈ જાય તો મરનાર વ્યક્તિની પત્નીને 50 ટકા પેન્શન મળશે. પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને શામેલ કરવામાં આવશે જેના પહેલા તબક્કામાં 5 કરોડ ખેડૂત શામેલ થશે. આ યોજના માટે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. માહિતી મળી રહી છે કે પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી આ યોજનાની ઘોષણા કરશે.

દર મહિને આપવાના રહેશે 100 રૂપિયા

દર મહિને આપવાના રહેશે 100 રૂપિયા

આ યોજના માટે ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના હેઠળ 18 વર્શના ખેડૂતના દર મહિને માત્ર 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. 60 વર્ષ બાદ તેને દર મહિને 3000 પેન્શન તરીકે આપવામાં આવશે. આ યોજના પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજનાના પેન્શન ફંડને એલઆઈસી મેનેજ કરશે.

આ પણ વાંચોઃ ત્રણ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, અરજી કરીને રદ કરવાની માંગઆ પણ વાંચોઃ ત્રણ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, અરજી કરીને રદ કરવાની માંગ

શું છે પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના

શું છે પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના

પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ સ્કીમમાં 60 વર્ષની ઉંમરમાં ખેડૂતોને 3000 રૂપિયાનું પેન્શન દર મહિને મળશે. આ યોજના હેઠળ 12 કરોડ લોકો આવશે. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને દર મહિને 100 રૂપિયાની રકમ જમા કરાવવાની રહેશે.

English summary
PM Modi Big announcement on 15th August, Pradhan Mantri Kisan Pension Yojana will Launch, Farmer get Rs 3000 pension per month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X