For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીની નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાને થયો 5 કરોડનો ફાયદો!

નોટબંધી પછી અર્થવ્યવસ્થા પર કેવી સકારાત્મક અસર થઇ છે તે અંગે વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નોટબંધીના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાંથી 5 લાખ કરોડ રૂપિયા ચલણી નોટ ઓછી થઇ ગઇ. પર તેમ છતાં ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. આ વાત નોટબંધી પર વરિષ્ઠ અધિકારીઓ તરફથી તૈયાર કરવામાં આવેલી આતંરિક રિપોર્ટમાં સામે આવી છે. મેલ ટુડેની ખબર મુજબ નોટબંધીને લઇને અધિકારીઓએ તેના સકારાત્મક પ્રભાવ અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં આ તમામ વાતો બહાર આવી છે. નોટબંધી પછી સરકારે ટેક્સ બેઝ વધારી દીધો છે. વિત્તીય વર્ષ 2016-17માં સરકારે 23.8 ટકાથી વધુ ટેક્સ મળ્યો છે. આ 23.8 ટકા ટેક્સમાં ઓછામાં ઓછા 10 ટકા ટેક્સ નોટબંધીના કારણે સરકારને પ્રાપ્ત થયો છે. નોટબંધી પછી 91 લાખ નવા લોકો ટેક્સ દાયરામાં આવ્યા છે.

narendra modi

વધુમાં 24 લાખ લોકોએ નોટબંધી પછી સ્વીકાર્યું છે કે તેમની આવક 10 લાખ રૂપિયા કરતા વધુ છે. નોટબંધી પહેલા દરરોજ 1 લાખ પાનકાર્ડ ઇશ્યૂ થતા હતા. હવે દર રોજ 2-3 લાખ પાન કાર્ડ ઇશ્યૂ થાય છે. ગત નાણાંકીય વર્ષમાં લગભગ 300 કરોડ ડિઝિટલ ટ્રાંજેક્શન થયા હતા. સરકારને આશા છે કે આ નાણાંકીય વર્ષમાં લગભગ 2500 કરોડ ડિઝિટલ ટ્રાંજેક્શન થઇ જશે. પેટીએમ, એસબીઆઇ બડ્ડી અને ફ્રીચાર્જ જેવા મોબાઇલ વોલેટ્સ પર પ્રતિદિવસ 200 કરોડ રૂપિયાની ચૂકવણી થાય છે. અને પાછલા 5 મહિનામાં 2 કરોડ લોકોએ ભીમ એપ ડાઉનલોડ કર્યું છે. આ ભીમ એપ અને યુપીઆઇ ગેટવેથી દરરોજ 140 કરોડ રૂપિયાનું ટ્રાજેક્શન થાય છે. નોટબંધા પછી લગભગ 240 કરોડ રૂપિયાનું ડેબિટ કાર્ડ ટ્રાંજેક્શન કરવામાં આવે છે. નોટબંધી પછી સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો છે. સરકારનું માનવું છે કે તેનો સીધો ફાયદો એસએમઇ સેક્ટરને મળ્યો છે.

નોટબંધી પછી હાઉસિંગ સેક્ટરમાં હોમ લોનનું વ્યાજ દર પર ઘટ્યું છે. નોટબંધી પહેલા જ્યાં 9.3 ટકા હોમ લોનનું વ્યાજ દર હતું. તે હવે ઓછું થઇને 8.2 ટકાના સ્તરે આવ્યું છે. નોટબંધી પછી વધુ કર્મચારીઓ ઇપીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહ્યા છે. અને ઇપીએફ ખાતામાં યોગદાન 3.7 ટકા વધ્યું છે. વધુમાં નોટબંધી દરમિયાન વિજળી ઘરોમાં જૂની 500-1000 રૂપિયાની નોટો જમા કરાવાની છૂટ હતી જેના કારણે ડિસ્કોમમાં 25000 કરોડ રૂપિયાની જૂની નોટો જમા કરવામાં આવી છે. આ વર્ષે ડિસ્કોમે 4500 કરોડ રૂપિયા વધુ ટેક્સ વસૂલ્યો છે. દેશમાં અરબન લોકલ બોડિઝમાં કેશલેશ પેમેન્ટ માટે ખાલી 1000 કરોડ ટેક્સ જમા થાય છે જે હવે વધીને 3500 કરોડ રૂપિયા થઇ ગયો છે. આ રીતે અરબન લોકલ બોડિઝમાં પણ કેશલેશ ટેક્સ જામા કરવાવાળાની સંખ્યા 245 ટકા વધી છે. નોટબંધી પહેલા એનએચઆઇના ટોલ પ્લાઝા પર ખાલી 3 ટકા લોકો કેશલેશ પેમેન્ટ કરાવતા હતા હવે તે પેમેન્ટ કરાવનારની સંખ્યા વધીને 15 ટકા થઇ ગઇ છે. નોટબંધી પછી પેટ્રોલ અને ડિઝલના પેટ્રોલપંપો પર પણ કેશલેશ ટ્રાંજેક્શન 9 ટકાથી વધી 20 ટકા થયું છે. તો રેલવે બુકિંગમાં પણ ઓનલાઇન અને કેશલેશ બુકિંગ વધ્યું છે.

English summary
PM Narendra Modis demonetisation move gave economy Rs 5 lakh crore advantage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X