પોન્ઝી સ્કીમ્સ : સેબીએ બે કંપનીઓ સામે પગલાં લીધા

સેબીએ તપાસ કરતા જાણ્યું છે કે સાઇપ્રસાદ પ્રોપર્ટીઝ તથા તેના સમૂહની કંપની સાઇપ્રસાદ ફૂડ્સ મધ્યપ્રદેશ તથા અન્ય ક્ષેત્રોમાં જમીનના ખરીદ વેચાણના નામે ગેરકાયદેસર રીત સામૂહિક રોકાણની યોજનાઓ ચલાવી રહી હતી. કંપનીએ લોકોને વાર્ષિક 15થી 20 ટકા રિટર્નની આશા આપી હતી.
આ રિટર્ન વર્તમાન રોકાણકારો દ્વારા નવા રોકાણકારોને જોડવા અંગેનું હતું. આ કંપનીઓ તથા તેમના નિર્દેશકો વિરુદ્ધ બે જુદા જુદા આદેશો આપીને નિયામકે જણાવ્યું કે આ માટે વચગાળાના પગલા ઉઠાવવાની તત્કાળ જરૂર છે. જેથી કોઇપણ રોકાણસાર સાથે છેતરપિંડી થાય નહીં. કંપનીઓને સેબીની સાથે નોંધણી કરાવ્યા વિના સામૂહિક રોકાણ યોજના સંબંધિત યોજના ચલાવવાની ના પાડવામાં આવી છે.












Click it and Unblock the Notifications
