For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યોની ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર : મહારાષ્‍ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી પછી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. ક્રુડના વૈશ્વિક ભાવમાં નરમાઇને પગલે ડિઝલ પ્રતિ લીટર રૂપિયા 2.50 અને પેટ્રોલ એક રૂપિયો સસ્‍તુ થશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર બે રાજયોની ચૂંટણી 15 ઓકટોબરે પુરી થયા પછી ઇંધણના ભાવમા ઘટાડાની જાહેરાત કરાશે. હાલ ચૂંટણીની આચાર સંહિતાને પગલે કોઇ જાહેરાત કરવાનું સરકાર ટાળી રહી છે.

petrol-pump

બ્રેન્‍ટ ક્રુડનો ભાવ બુધવારે 1.35 ડોલર ઘટીને પ્રતિ બેરલ 90.76 ડોલરને સ્‍પર્શ્‍યો હતો. જે જુન 2012 પછીનો સૌથો નીચો સ્‍તર છે. ચાલુ વર્ષે બ્રેન્‍ટ ક્રુડના ભાવમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સપ્‍ટેમ્‍બરના બીજા પખવાડિયામાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ડિઝલના વેચાણ પર લીટર દીઠરૂપિયા 1.90નો નફો થતો હતો.

દેશમાં 16 સપ્‍ટેમ્‍બરથી ડિઝલના વેચાણ પર નફો થઇ રહ્યો છે છતાં સરકારે ચૂંટણીને કારણે ડિઝલના ભાવ ઘટાડયા નથી. બીજી તરફ પેટ્રોલને જુન 2010માં અંકુશમુકત કરી દેવાયુ હતું. ત્‍યારથી પેટ્રોલના ભાવમાં ફેરફાર થાય છે.

પહેલી ઓકટોબરે પેટ્રોલ 54 પૈસા સસ્‍તુ થયું હતું. સુત્રોના જણાવ્‍યા અનુસાર 15 ઓકટોબરે તેમાં વધુ ઘટાડાની શકયતા છે. જો કે હજુ એ સ્‍પષ્‍ટ નથી કે ડીઝલના ભાવની સમીક્ષા 15 ઓકટોબરે કરાશે કે નહી.

English summary
Rs 2.50/l cut in diesel rate likely after state elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X