For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો, નવો ભાવ 1 જુલાઈથી લાગુ

1 જુલાઈથી સબસિડી વિનાના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

1 જુલાઈથી તમને થોડી રાહત મળશે. 1 જુલાઈથી સબસિડી વિનાના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે સિલિન્ડર દિલ્લીમાં અત્યારે 737.50 રૂપિયામાં મળી રહ્યા છે તે 1 જુલાઈથી 637.50 રૂપિયામાં મળશે. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશને પોતાની અધિકૃત વેબસાઈટ પર તેની સાર્વજનિક સૂચના જાહેર કરી છે જે મુજબ ઘરેલુ એલપીજીના ભાવમાં સબસિડી આપવામાં આવી છે.

lpg

સબસિડી વિનાના સિલિન્જરની કિંમતમાં 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્રાહકોને સબસિડી બાદ 494.35 ચૂકવીને સિલિન્ડર લેવાનુ રહેશે. બાકીની રકમ કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી 142.65 રૂપિયા સરકાર આપે છે. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન દ્વારા 1 જુલાઈથી ઘરેલુ વપરાશના સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.

માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા અને ડૉલર-રૂપિયા વિનિમય દરમાં આવેલા ફેરફારના કારણે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડર (14.2 કિલો) ના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને એક વર્ષમાં 12 સિલિન્ડર સબસિડી પર મળે છે. 1 જુલાઈથી તમને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડીની રકમ મળશે.

આ પણ વાંચોઃ આકાશ વિજયવર્ગીય જેલથી આઝાદ, કહ્યું જેલમાં સારો સમય વીત્યોઆ પણ વાંચોઃ આકાશ વિજયવર્ગીય જેલથી આઝાદ, કહ્યું જેલમાં સારો સમય વીત્યો

English summary
price of non subsidised lpg in delhi decrease by rs 100 per cylinder from 1st july
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X