ભારતમાં એજ્યુકેશન લોન લેતા વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલી
આપણે ભારતમાં શિક્ષણનો પ્રચાર કરીએ છીએ આ સાથે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ વાત થાય છે. જો કે વાસ્તવિકતા અલગ છે. ભારતમાં આજે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું કહેવામાં આવે છે તેટલું સરળ નથી. ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી લોન લઇને ભારત કે વિદેશમાં ભણવા માંગે ત્યારે તેને વધારે મુશ્કેલી નડે છે. અહીં અમે વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલીઓ અંગે વાત કરી છે. અહીં એ બાબતે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના હિતમાં આપણે આ મુશ્કેલીઓનો ઉકેલ શા માટે ના લાવી શકીએ?
માર્જિન મનીમાં વધારો
શિક્ષણ લોનની સામે બેંક સિક્યુરિટીના સ્વરૂપમાં કેટલાક નાણા માંગે છે. આ સિક્યુરિટી બેંક ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ અને અન્ય સ્વરૂપની સિક્યુરિટી હોઇ શકે છે. જો કે વિવિધ બેંક પ્રમાણે સિક્યુરિટીનું લિસ્ટ અને માર્જિન મનીનું પ્રમાણ જુદું જુદુ હોય છે. આ નાણા વિદ્યાર્થી તેના વાલી કે ગાર્ડિયન મારફતે ઉપાડી શકતો નથી. આ કારણે સત્તાવાળાઓની દરમિયાનગિરી જરૂરી છે. આ ઉપરાંત સરળ નિયમો હોવા જરૂરી છે જેથી વિદ્યાર્થી નાણા પ્રાપ્ત કરી શકે.

સિબિલનો ઇતિહાસ
કેટલીકવાર વિદ્યાર્થી વતી લોન લેતા વાલીઓ કે ગાર્ડિયનની ક્રેડિટ હિસ્ટ્રી હોતી નથી. આ કારણે બેંકને વ્યક્તિની આર્થિક સ્થિતિ સમજવામાં મુશ્કેલી પડે છે. આપને સિબિલ સ્કોર ત્યારે જ મળે છે, જ્યારે આપે પહેલા લોન લીધો હોય. જો તે ના હોય તો બેંક દ્વારા અરજદારની અરજી નકારવામાં આવે તેવી પણ શક્યતા રહે છે.
પ્રતિષ્ઠિત કોલેજ
જો આપને દેશની પ્રતિષ્ઠિત કોલેજો જેવી કે આઇઆઇટી કે આઇઆઇએમ માં પ્રવેશ મળે તો જોબ મેળવતા સમયે આપે આપની કોલેજની ઓળખ આપવાની જરૂર પડતી નથી. વાસ્તવિક સમસ્યા ત્યારે જ નડે છે જ્યારે આપની કોલેજ ઓછી જાણીતી હોય. કેટલીકવાર વાલીઓએ પોતાના સંતાન કઇ કોલેજમાં ભણવા જઇ રહ્યા છે તે અંગે બેંકવાળાને વિશ્વાસ અપાવવો પડે છે.
વિદેશમાં અભ્યાસ સંબંધિત પ્રશ્નો મુશ્કેલ
વિદેશમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને માટે લોન મંજુર કરાવવી સરળ નથી. એક તો વિદેશમાં અભ્યાસ માટેની લોનની રકમ મોટી હોય છે. બીજું વિદેશની સંસ્થા ફેક નથી તે અંગે બેંકને ખાતરી અપાવવી પડે છે. ત્રીજી બાબત એ કે વિદ્યાર્થીને અભ્યાસ કર્યા બાદ જોબ મળી જશે તેવી ખાતરી બેંકને અપાવવી પડે છે.
બેંકર્સ માટે પણ અઘરું કામ
બેંકર્સ માટે પણ લોન આપવાનું કામ સરળ નથી. વાસ્તવમાં શિક્ષણ લોન આપવાથી બેંકો નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો થાય છે. જો વિદેશમાં અભ્યાસ માટે લોન આપવાની હોય તો વિદ્યાર્થીઓ પોતાના સરનામા વારંવાર બદલતા હોવાતી તેમને લોન ચૂકવણી કરવા માટે ટ્રેસ કરવા મુશ્કેલ બને છે.












Click it and Unblock the Notifications
