આજે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો 3 જાન્યુઆરીના રેટ
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 7 પૈસા ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈાસ પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં 72.65 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ચેન્નઈમાં શું છે રેટ
માત્ર અમદાવાદ જ નહિ, ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ પ્રતિ લીટરે 8 પૈસા જ્યારે ડીઝળ પ્રતિ લીટરે 14 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 78.28 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 72.12 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીના રેટ
દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલ મોંઘું થયું છે. પેટ્રોલ 1.9 રૂપિયા પ્રતિ લીટરે સસ્તું થયું છે જ્યારે ડીઝલ 0.1 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 73.35 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.25 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈના રેટ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 13 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ 3 જાન્યુઆરીએ મુંબઈમાં પેટ્રોલ 80.94 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 71.56 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.