For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યો

Mutual Fundની મદદ માટે આગળ આવ્યું RBI, 50 હજાર કરોડનો ટેકો આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મ્યૂચ્યુઅલ ફંડ પર લિક્વિડિટીના દબાણને ઘટાડવા માટે ભારતીય રિઝર્વ બેંકે આજે મ્યૂચ્યુઅલ ફંડ માટે 50 હજાર કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાનું એલાન કર્યું છે. આરબીઆઈની મ્યૂચ્યુઅલ ફંડને મદદની આ ઘોષણાથી શેર બજારમાં તરત તેજી જોવા મળી છે અને સેંસેક્સ 750 અંકો સુધી ઉપર ચઢ્યો છે. આ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ઘણા રાહતના સમાચાર છે. જણાવી દઈએ કે મ્યૂચ્યુઅલ ફંડ રોકાણકારોને પાછલા અઠવાડિયે ઝાટકો લાગ્યો હતો જ્યારે કોરોના વાયરસ મહામારી વચ્ચે લિક્વિડિટીની કમીનો હવાલો આપતા ફ્રેંકલિન ટેમ્પલટન ફંડ હાઉસે મોટા એક્સપોઝર સાથે છ ડેટ મ્યૂચ્યુઅલ ફંડમાંતી પૈસા કાઢવા પર રોક લગાવી દીધી હતી. આ સમસ્યાને જોતા આરબીઆઈના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી મ્યૂચ્યુઅલ ફંડની મદદ કરવાનો ફેસલો લીધો છે.

બેંકો દ્વારા પૈસા મળશે

બેંકો દ્વારા પૈસા મળશે

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 50 હજાર કરોડના વિશેષ લિક્વિડિટી સુવિધાની ઘોષણા કરી છે, જે 11 મે સુધી ચાલશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આશ્વાસન આપ્યું કે બજારની પરિસ્થિતિના આધારે સમય અને રાશિની સમીક્ષા કરવામાં આવશે. આરબીઆઈ તરફતી આપવામાં આવેલ આ સુવિધા અંતર્ગત ઓછા દરે બેંકોને પૈસા ઉપલબ્ધ કરાવશે અને બેંક વિશેષ રૂપે મ્યૂચ્યુઅલ ફંડોની લિક્વિડિટી જરૂરિયાતોને પૂરી કરવા માટે આ પૈસાનો લાભ ઉઠાવી શકે છે. આ લિક્વિડિટી સુવિધા પર્યાપ્ત અને ઓપન એન્ડેડ છે. બેંક સોમવારથી શુક્રવાર સુધી કોઈપણ દિવસે પૂંજી પ્રાપ્ત કરવા માટે અરજી કરી શકે છે.

જરૂરી પગલા ઉઠાવવા માટે આરબીઆઈ તૈયાર

જરૂરી પગલા ઉઠાવવા માટે આરબીઆઈ તૈયાર

આરબીઆઈએ કહ્યું કે કોરોના વાયરસના આર્થિક પ્રભાવને ઘટાડવા માટે અને નાણાકીય સ્થિરતા બનાવી રાખવા માટે જરૂરી જણાશે તેવા બદા જ પગલે ભરવામાં આવશે. જ્યાં સુધી મ્યૂચ્યુઅલ ફંડ્સ સમક્ષ આર્થિક સમસ્યાનો સવાલ છે તો આરબીઆઈએ કહ્યું કે હજી તણાવ માત્ર ઉચ્ચ જોખમ વાળા ડેબ્ટ મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટ સુધી જ સીમિત છે. આરબીઆઈનું કહેવું છે કે મ્યૂચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગમાં પૈસાને લઈ સમસ્યા નથી. આરબીઆઈ મુજબ કોરોનાને લઈ કેપિટલ માર્કેટમાં ભારે અસ્થિરતાના રિસ્પોન્સથી મ્યૂચ્યુઅલ ફંડ પર લિક્વિડિટીનું દબાણ વધ્યું છે.

ફ્રેંકલિન ટેમ્પલટન ફંડ સંકટ શું છે

ફ્રેંકલિન ટેમ્પલટન ફંડ સંકટ શું છે

પાછલા અઠવાડિયે, ફ્રેંકલિન ટેમ્પલટન ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે કોવિડ 19 સંકટથી સામે આવેલ લિક્વિડિટી સંકટના કારણે પોતાના છ ફંડ બંધ કરી રહ્યું છે. જેમાં ફ્રેંકલિન ઈંડિયા લો ડ્યૂરેશન ફંડ, અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ, શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ક્રેડિટ રિસ્ક ફંડ, ડાયનેમિક એક્યૂરલ ફંડ અને ઈનકમ ઓપોર્ચ્યુનિટીજ ફંડ સામેલ છે. ફંડ હાઉસની ઘોષણાથી એવી ચિંતા બની હતી કે રોકાણકારો બાકી મ્યૂચ્યુઅલ ફંડ કંપનીઓની અન્ય યોજનાઓમાંથી પણ પૈસા કાઢવા માટે હડબડી મચાવશે.

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમત્રીઓ સાથે બેઠક કરી, જાણો કોણે શુ કહ્યુપીએમ મોદીએ રાજ્યોના મુખ્યમત્રીઓ સાથે બેઠક કરી, જાણો કોણે શુ કહ્યુ

English summary
RBI announces 50,000 crore special package for mutual funds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X