
લૉકડાઉન દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ માટે ડાઉનટાઈમ નહિઃ RBI
કોરોના સંકટ સામે લડી રહેલા દેશને બૂસ્ટર ડોઝ આપવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ મોટી ઘોષણાઓ કરી છે. બેંકોને રાહત આપવા માટે જ્યાં રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યાં લોકો વચ્ચે ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે એલાન કરવામાં આવ્યુ. ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગમાં કોઈ અડચણ આવવા દીધી નથી.
તેમણે કહ્યુ કે અમારા ડેટા બતાવે છે કે ઈન્ટરનેટ બેંકિંગથી સારુ કામ થઈ રહ્યુ છે. બેંક સારુ કામ કરી રહી છે અને પડકારો છતાં એટીએમનુ પણ સારુ સંચાલન કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આગળ પણ તેને ચાલુ રાખીશુ. લૉકડાઉન દરમિયાન બેંકિંગ ઑપરેશનને સરળ કરતા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યુ કે મોબાઈલ બેંકિંગ અને ઈન્ટરનેટ બેંકિંગ સેવામાં કોઈ અડચણ નહિ આવે. લૉકડાઉન દરમિયાન બેંકિંગ ઑપરેશન દરમિયા ઈન્ટરનેટ કે મોબાઈલ બેંકિંગમાં કોઈ ડાઉનટાઈમ નહિ થાય.
વળી,આરબીઆઈના ગવર્નરે કહ્યુ કે આર્થિક નુકશાનને ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેશની કમી નહિ થવા દઈએ. તેમણે રિપોર્ટ આપતા કહ્યુ કે દેશમાં 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. શક્તિકાંત દાસે કહ્યુ કે માર્ચમાં ઑટોમોબાઈલ પ્રોડક્શન અને સેલ ઘટ્યુ છે અને સાથે વિજળીની માંગમાં પણ ઘટાડો થયો છે. વળી, બજારમાં લિક્વિડીટીને જાળવી રખવા માટે રિવર્સ રેપો રેટ 4થી ઘટાડીને 3.75 ટકા કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવાથી રિઝર્વ બેંક બધી બેંકોને ઓછા વ્યાજે આપશે. જો બેંકોને ઓછા વ્યાજે લોન મળશે તો બેંક પોતાની પાસે વધુ કેશ રાખશે અને બેંકોએ આ પૈસા છેવટે બજારમાં જ લગાવવાના રહેશે જેથી બજારમાં કેશ ફ્લો વધશે.
આ પણ વાંચોઃ કોરોના સંકટ બાદ FY 2022માં ભારતનો GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનુ અનુમાન