RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટ ધારકો પર શું થશે અસર?

Purvanchal Cooperative Bank: ભારતીય રિઝર્વ બેંકે ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.

ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે, બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી.

ભારતીય રિઝર્વ બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના કોઓપરેટિવ કમિશનર અને કોઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને પૂર્વાંચલ કોઓપરેટિવ બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Reserve Bank Of India

થાપણદારોને 5 લાખ રૂપિયા સુધીનો થાપણ વીમો મળશે - લિક્વિડેશનની પ્રક્રિયા હેઠળ, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી વધુમાં વધુ રૂપિયા 5 લાખ સુધીની ડિપોઝિટની રકમ મેળવવા માટે હકદાર હશે.

ભારતીય રિઝર્વ બેંકના ડેટા અનુસાર, પૂર્વાંચલ કોઓપરેટિવ બેંકના 99.51 ટકા થાપણદારો DICGC પાસેથી સંપૂર્ણ થાપણ રકમ મેળવવા માટે હકદાર છે.

બેંક હાલમાં તમામ થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ છે - ભારતીય રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિમાં તેના તમામ થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ છે.

બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી - ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, બેંક પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તે જાહેર હિત પર પ્રતિકૂળ અસર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X