For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ રેપો રેટ - CRR રેટ 0.25 ટકા ઘટાડ્યા : લોન થશે સસ્તી

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 29 જાન્યુઆરી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિય (આરબીઆઇ)એ મંગળવારે તેની નાણાકીય નીતિની સમીક્ષા કરી હતી. જેમાં વ્યાજદરોને ઘટાડવામાં આવ્યા છે. આ સાથે રેપો રેટ અને સીઆરઆરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજદરો ઘટ્યા બાદ હોમ લોન, ઓટો લોનમાં ઘટાડાની શક્યતા જીવંત બની છે. આ કારણે માર્કેટમાં 18,000 કરોડની રોકડ માર્કેટમાં ઠલવાશે.

આરબીઆઇએ રેપોરેટમાં 0.25 ટકાનો કર્યો છે. અગાઉ રેપો રેટ 8 ટકા હતો, જે હવે ઘટીને 7.75 ટકા થઇ જશે. બીજી તરફ સીઆરઆરમાં પણ 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સીઆરઆર પગેલા 4.25 ટકા હતો, જે હવે માત્ર 4.00 ટકા રહ્યો છે. આ કારણે લોકોને મોંધી લોનમાંથી થોડી રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ઊંચા ફુગાવા તથા ચાલુ ખાતાની વધતી જતી ખાધ(સીએડી)નું કારણ આગળ ધરીને નાણાકીય નીતિની સમીક્ષામાં ઘટાડો થવો મુશ્કેલ છે. જો કે આરબીઆઇએ એમ કહીને વિકલ્પ ખુલ્લો પણ રાખ્યો હતો કે સુધારા વધારવાની દિશામાં સરકારના તાજેતરના પગલાંને જોતા અને આર્થિક વૃદ્ધિને ગતિ આપવાના ઉપાયો પર વધારે ધ્યાન આપવું શક્ય નથી.

English summary
RBI cuts repo rate CRR by 25 bps : Loans get cheaper.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X