For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકો FD પર વ્યાજની ચૂકવણી માસિક ધોરણે કરી શકે : RBI

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 30 ઓક્ટોબર : બેન્કો હવે ડિપોઝિટર્સને ક્વાર્ટલી - ત્રિમાસિકને બદલે માસિક વ્યાજની ચૂકવણી કરી શકશે. આરબીઆઇ તરફથી મળેલી આ મંજૂરીને પગલે બેન્કો વચ્ચે હવે ડિપોઝિટ વોર છેડાશે. તેનું કારણ એ છે કે બેન્કો હવે વ્યાજદર વધાર્યા વગર થોડું વધુ પેમેન્ટ કરીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી શકશે. તેના કારણે બેન્કો પર દબાણ વધી શકશે.

પંજાબ નેશનલ બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આર. કામતે જણાવ્યું છે કે દર મહિને વ્યાજ આપવાથી બેંકોની આવક થોડી ઘણી વધશે. પરંતુ બેન્કોને વ્યાજદર વધાર્યા વગર થોડું વધુ પેમેન્ટ કરીને ગ્રાહકોને ટકાવી રાખવામાં મદદરૂપ થશે. દેશના ટોપ બેન્કર્સનું કહેવું છે કે આ ઓપ્શનનો અભ્યાસ શરૂઆતથી જ કરવામાં આવશે.

બેન્કો હવે આ બાબતમાં કોણ પહેલ કરે તેની રાહ જોઈ રહી છે. બેન્ક દ્વારા આ નવી સિસ્ટમ પ્રમાણે કામ કરવાથી ડિપોઝિટર્સને ફાયદો થશે. વર્તમાન પ્રથા પ્રમાણે બેન્ક પોતાની પાસે જમા ગ્રાહકોની ડિપોઝિટ પર ત્રિમાસિક ધોરણે ગણતરી કરીને વ્યાજ આપે છે. કેટલીક બેન્કો મંથલી પેમેન્ટ કરે છે, પરંતુ તેઓ અર્લી પેમેન્ટ પર પોતાના નુકસાનને અલગ કરીને થોડું ઓછું પેમેન્ટ કરે છે. જેમ કે જો ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ રૂપિયા 300 થતો હોય તો બેન્ક મંથલી પેમેન્ટમાં ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 100 નહીં આપે, પરંતુ તેમાં થોડો કાપ મૂકીને પેમેન્ટ કરશે.

જો બેન્ક નવી સિસ્ટમ અપનાવશે તો તેને દર મહિને વ્યાજની ગણતરી કરવી પડશે અને તેમાં વ્યાજનું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ ગણાશે. આ નવી સિસ્ટમ અપનાવાથી બેન્કના ખર્ચમાં નજીવો પણ વધારો ચોક્કસ થશે. શોર્ટ ટર્મ ડિપોઝિટ પર અવલંબન વધવાથી બેન્કોને એસેટ લાયબિલિટી મિસમેચનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે લોંગ ટર્મ લોનને શોર્ટ ટર્મ ડિપોઝીટથી સપોર્ટ કરવો પડે છે. લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેસિડેન્શિયલ હોમ લોનમાં વધતી ભાગીદારીથી મોટા ભાગની સરકારી બેન્કોનો એવરેજ લોન ટેનર વધી ગયો છે.

English summary
RBI gave green signal to Interest payment on monthly basis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X