For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI ગવર્નર રઘુરામ રાજને ઘરેલુ બચનને પ્રોત્સાહનની તરફેણ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ડિસેમ્બર : નવું વર્ષ આવી રહ્યું છે એ સાથે નરેન્દ્ર મોદી સરકારનું નવું બજેટ રજૂ થવાના દિવસો પણ નજીક આવી રહ્યા છે. આવા સમયે દેશમાં બચતને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને ઘરેલુ બચતને પ્રોત્હાહનની હિમાયત કરી હતી.

રાજને જણાવ્યું હતું કે 'તાજતરના બજેટ સુધી વ્યક્તિગત રીતે બચત માટે ઇન્કમટેક્સના લાભો મર્યાદિત રાખવામાં આવ્યા હતા. જેના કારણે વાસ્તવિક લાભનું મૂલ્ય ઘટી જતું હતું.આ કારણે બજેટમાં ઘરેલુ બચત વધે તેવા પ્રયત્નો કરવામાં આવે તો ઘરેલુ બટતને બહાર લાવીને રોકાણ વધારી શકાય તેમ છે.'

12-1418380443-raghuram-rajan-1

આજે ફિક્કીમાં આયોજિત ભરતરામ મેમોરિયલમાં બોલતા રઘુરામ રાજને જણાવ્યું કે ઘરેલુ બચત માટે પણ જવાબદાર રીતે નાણાકીય સગવડ આપવી જરૂરી છે. આ ઘરેલુ બચત મારફતે શક્ય છે.

આપણી બેંકિંગ સિસ્ટમ થોડા તણાવપૂર્ણ વાતાવરણમાંથી પસાર થઇ રહી છે. પ્રોજેક્ટના અમલીકરણ માટે આપણી બેંકોએ ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જોઇએ. કારણ કે તે દેશના અર્થતંત્રની નાણાની તાતી જરૂપિયા પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમણે જણાવ્યું કે બેંકોએ તેમની કાર્યક્ષમતા વધારવી જોઇએ. કારણ કે તેમની સામે તાજેતરમાં લાયસન્સ મળ્યું છે તેવી યુનિવર્સલ બેંક તથા જેને લાયસન્સ મળશે તેવી પેમેન્ટ બેંક્સ અને નાની ફાઇનાન્સ બેંકો તરફથી મુશ્કેલ સ્પર્ધા મળી રહેશે.

English summary
RBI Governor Raghuram Rajan for incentivising domestic savings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X