For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI બેંકિંગ એન્ડ ઈકોનૉમિક્સ કૉન્ક્લેવમાં શામેલ થયા RBI ગવર્નર, જાણો મહત્વની વાતો

શનિવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ પણ આમાં શામેલ થયા અને લોકોને સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા(SBI)ના બેંકિંગ એન્ડ ઈકોનૉમિક્સ કૉન્ક્લેવ શુક્રવારે શરૂ થયુ. કોરોના વાયરસના કહેરને જોતા આ કૉન્ક્લેવ આ વખતે વર્ચ્યુઅલ આયોજિત થઈ રહ્યુ છે. જેમાં આર્થિક જગત સાથે જોડાયેલ ઘણી હસ્તીઓ ભાગ લઈ રહી છે. શનિવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ પણ આમાં શામેલ થયા અને લોકોને સંબોધિત કર્યા. એસબીઆઈનુ આ સાતમુ કૉન્ક્લેવ છે.

shaktikant das
  • છેલ્લા 100 વર્ષોમાં સૌથી ખરાબ આરોગ્ય અને આર્થિક સંકટ છે જેણે ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટીવ પ્રભાવ કર્યો છે. તેણે દુનિયાભરમાં વ્યવસ્થા, શ્રમ અને કેપિટલની મૂવમેન્ટને ઘટાડી છે.
  • આ સંકટના કારણે દુનિયાભરમાં લેબર અને કેપિટલ મૂવમેન્ટ પ્રભાવિત થઈ છે.
  • આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે ફેબ્રુઆરી 2019થી, સંચય આધારે આપણે કોવિડ-19ની શરૂઆત સુધી રેપો રેટમાં 135 બેઝિસ અંકોનો ઘટાડો કર્યો હતો. આ મુખ્ય રીતે વિકાસમાં મંદી સામે લડવા માટે કરવામાં આવ્યુ હતુ, જે એ વખતે દેખાઈ રહ્યુ હતુ અને આપણે પોતાના એમપીસી પ્રસ્તાવોમાં આ વિશે વિસ્તારથી જણાવ્યુ હતુ.
  • તેમણે કહ્યુ કે જેવુ કે તમે જાણતા હશો MPCએ નિર્ણય લીધો છે કે રેપો રેટમાં 115 આધાર અંકોનો ઘટાડો કરવામાં આવશે. એટલા માટે ફેબ્રુઆરી 2019થી આરબીઆઈએ 250 આધાર પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
  • આરબીઆઈ ગવર્નર મુજબ કોરોા કાળે લોકોનુ જીવન અને આજીવિકને જોખમમાં લાવી દીધુ. એવામાં રિઝર્વ બેંકે આ ઉપાયોને શિથિલ પ્રભાવ આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા વિશે હતુ.
  • શક્તિકાંત દાસે આરબીઆઈના ઘણા મોટા નિર્ણયોનો ઉલ્લેક કર્યો. તેમણે કહ્યુ કે યસ બેંક સંકટને જોતા રિઝર્વ બેંકે તરત જ નિર્ણય કર્યો. જેના કારણે તેનો સફળતાપૂર્વક બચાવ થયો, સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આ RBIની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસોનુ ઉદાહરણ છે.
  • શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ આરબીઆઈ માટે આર્થિક વિકાસ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જેના માટે જરૂરી પગલા સમયસર લેવાશે. તેમના મુજબ નાણાકીય સ્થિરતાના પાસાંને સમાન પ્રાથમિકતા આપવી જોઈએ.
  • આરબીઆઈએ ફેબ્રુઆરી બાદથી 9.57 લાખ કરોડ રૂપિયાના તરલતા ઉપોયની ઘોષણા કરી છે, જે જીડીપીના 4.5%ને સમાન છે.
  • શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ કોરોના મહામારી આપણી આર્થિક અને નાણાકીય વ્યવસ્થાની મજબૂતી અને લચીલાપણને પરખવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે. તેમણે કહ્યુ કે જખમને ચિહ્નિત કરવા માટે આરબીઆઈએ પોતાનુ નિરીક્ષણ તંત્ર મજબૂત કર્યુ છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8 લાખને પાર, 24 કલાકમાં મળ્યા રેકોર્ડ 27114 નવા કેસદેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8 લાખને પાર, 24 કલાકમાં મળ્યા રેકોર્ડ 27114 નવા કેસ

English summary
RBI governor Shaktikant Das speech highlights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X