For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI Monetary Policy 2021: વ્યાજ દરોમાં ન થયો કોઈ ફેરફાર, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% રહેશે

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે રેપો રેટ કોઈ ફેરફાર વિના 4 ટકા રહેશે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે(4 જૂન) સવારે 10 વાગે કેન્દ્રીય બેંકની મૌદ્રિક નીતિ સમિતિ(MPC)ના નિર્ણયોની ઘોષણા કરીને પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે રેપો રેટ કોઈ ફેરફાર વિના 4 ટકા રહેશે. તેમણે કહ્યુ કે રિવર્સ રેપો રેટ પણ કોઈ ફેરફાર વિના 3.35 ટકા રહેશે. વળી, એમએસએફ રેટ અને બેંક રેટ પણ કોઈ ફેરફાર વિના 4.25 ટકા રહેશે.

rbi

એપ્રિલમાં પણ RBIએ વ્યાજદરોમાં કર્યો હતો ફેરફાર

આરબીઆઈએ એપ્રિલમાં થયેલી છેલ્લી એમપીસીની બેઠકમાં મુખ્ય વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. તમને જણાવી દઈએ કે સતત છઠ્ઠી વાર રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35%માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરાના વાયરસની બીજી લહેર વચ્ચે ઔદ્યોગિક ગતિવિધિઓમાં ઘટાડા બાદ પણ આરબીઆઈ પાસે વ્યાજદરોમાં ઘટાડાની આશા કરવામાં નથી આવી રહી.

ફૂગાવામાં તેજીની સંભાવનાના કારણે એમપીસીના વ્યાજદરોમાં કોઈ પ્રકારના કોઈ ફેરફારની આશા નથી. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ(એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક બુધવારે(2 જૂને) શરૂ થઈ હતી. દર બે મહિના બાદ નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક થાય છે.

GDP વિશે શું બોલ્યા માર્કેટ એક્સપર્ટસ

માર્કેટ એક્સપર્ટસનુ કહેવુ છે કે આ વખતે આશાથી વધુ જીડીપીના આંકડામાં એમપીસી ગ્રોથ પર થોડી રાહત મળી છે. બ્રિકવર્ક રેટિંગ્ઝના ચીફ ઈકોનૉમિક એડવાઈઝર એમ ગોવિંદ રાવના જણાવ્યા અનુસાર જીડીપીનુ અનુમાનથી સારા પ્રદર્શને મૉનિટરી પૉલિસી કમિટીને રાહત આપી છે.

English summary
RBI governor Shaktikanta Das announce decisions on Monetary Policy Committee repo rate reverse repo rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X