For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે બપોરે 12 વાગ્યે RBI ગવર્નર કરશે એલાન, લોન EMI પર વધુ છૂટ મળી શકે

આજે બપોરે 12 વાગ્યે RBI ગવર્નર કરશે એલાન, લોન EMI પર વધુ છૂટ મળી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે બપોરે 12 વાગ્યે એમપીસી બેઠકમાં લેવાયેલા ફેસલાઓની ઘોષણા કરશે. આરબીઆઈએ એક ટ્વીટમાં કહ્યું કે, 'RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા છ ઓગસ્ટે બપોરે 12 વાગ્યે આ અંગે ઘોષણા રકવામાં આવશે.' આરબીઆઈની મૌદ્રિક નીતિ સમીક્ષા પર નિષ્ણાંતોનું કહેવું છે કે કેન્દ્રીય બેંક આજે વ્યાજ દરમાં કટૌતીથી બચી શકે છે, પરંતુ કોરોના વાયરસ સંકટથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે લોન રીસ્ટ્રક્ચરિંગ જેવા અન્ય ઉપાયોની ઘોષણા કરી શકે છે.

Shaktikanta das

આ ઉપરાંત કેન્દ્રીય બેંક લોન ચૂકવવાને લઈ આપેલી સમયસીમા એટલે કે મોરેટોરિયમના સંદર્ભમાં દિશા નિર્દેશ જાહેર કરી શકે છે. જેની અવધી 31 ઓગસ્ટે સમાપ્ત થવા જઈ રહી છે. બેંક અધિકારીઓ આના દુરુપયોગની આશંકાને લઈ તેનો સમયગાળો વધારવાનો વિરોધ કરી રહ્યા છે.

વ્યાજદરમાં કટૌતીની સંભાવના

છૂટક ફુગાવો દર છ ટકાથી વધી ગયો છે જે આરબીઆયના ક્ષેત્રથી બહાર છે. એવામાં કેટલાય એક્સપર્ટ માની રહ્યા છે કે આરબીઆઈ રેપો રેટ કટૌતી મામલે પોતાનું પગલું રોકી શકે છે. ફેબ્રુઆરી બાદ રેપો રેટમાં 1.5 ટકાની કટૌતી થઈ ચૂકી છે. બેંકોએ પણ નવી લોન પર 0.72 ટકા સુધી વ્યાજ ઘટાડ્યું છે. માટે આ વાતની સંભાવના ઓછી લાગી રહી છે કે રિઝર્વ બેંક નીતિગત વ્યાજ દરમાં કટૌતી કરે. જો કે કેટલક બેંક નિષ્ણાંતોનું માનવું છે કે કેન્દ્રિય બેંક આ વખતે પણ રેપો રેટમાં ચોથાઈ ટકાની કટૌતી કરી શકે છે.

English summary
RBI governor Shaktikanta das to address bi-monthly monetary policy, read in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X