For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી આવશે 500 રૂપિયાની નવી નોટ, 200 રૂપિયાની નોટમાં ફેરફાર

2016 માં નોટબંધી પછી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 500 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. સાથે પહેલીવાર 200 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

2016 માં નોટબંધી પછી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 500 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. સાથે પહેલીવાર 200 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આરબીઆઇ આ નોટોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ફરી એકવાર, 500 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવશે. આરબીઆઇએ આ માહિતીને ટ્વીટ કરીને આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે 500 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. નવી નોટોને મહાત્મા ગાંધીની નવી સિરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: આ મોટી બેંકએ સસ્તી કરી હોમ-ઑટો-પર્સનલ લોન, જાણો કેટલી ઓછી થશે EMI

500 અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવશે

500 અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવશે

આરબીઆઇએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે કે ટૂંક સમયમાં જ 500 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવશે. આરબીઆઇના જણાવ્યા મુજબ, નવી નોટોમાં સામાન્ય નાના ફેરફાર કરવામાં આવશે. નવી નોટો પર આરબીઆઇના વર્તમાન ગવર્નર અધિકારી શક્તિકાંતા દાસના હસ્તાક્ષર હશે. અત્યાર સુધીની નોટો પર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે.

જૂની નોટો પર કોઈ અસર થશે નહિ

જૂની નોટો પર કોઈ અસર થશે નહિ

કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે નવી નોટો આવવાથી, સિસ્ટમમાં જૂની નોટો પર કોઈ અસર થશે નહીં. તે પહેલાની જેમ જ ચાલતી રહેશે. આરબીઆઈએ કહ્યું છે કે મહાત્મા ગાંધી (નવી) સીરીઝ વાળી બધી હાલની નોટો માન્ય રહેશે.

  • આરબીઆઈએ કહ્યું છે કે નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
  • નવી સીરીઝમાં જારી કરાયેલ નોટો બધી જૂની નોટોની જેમ જ હશે.
  • નવી નોટોના ફીચર્સમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ પહેલાં પણ થઇ ચુક્યા છે બદલાવ

આ પહેલાં પણ થઇ ચુક્યા છે બદલાવ

તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. 100 રૂપિયાની નવી નોટ પર પણ નવા ગવર્નર શક્તિકાંતા દાસના હસ્તાક્ષર હતા. ડિસેમ્બર 2018 માં ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ, શક્તિકાંતા દાસ રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા હતા. નોટબંધી પછી આરબીઆઇએ 2000, 500, 200, 100, 50 અને 10 રૂપિયાની નવી નોટ જારી કરી છે.

English summary
RBI Introduce New Rs 200 and Rs 500 Banknotes, Know what are the Difference and new Features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X