For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ માસ્ટરકાર્ડ પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે કંપની કરી શકશે કામ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઈડર માસ્ટરકાર્ડને મોટી રાહત આપવામાં આવી છે. સેન્ટ્રલ બેંકે છેલ્લા દિવસોમાં માસ્ટરકાર્ડ પર લગાવેલા નિયંત્રણો હટાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઈડર માસ્ટરકાર્ડને મોટી રાહત આપવામાં આવી છે. સેન્ટ્રલ બેંકે છેલ્લા દિવસોમાં માસ્ટરકાર્ડ પર લગાવેલા નિયંત્રણો હટાવી દીધા છે. RBI ના આ પગલા બાદ કંપની નવા ગ્રાહકોને ઓનબોર્ડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2021થી માસ્ટરકાર્ડ પર નવા કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ હતો.

કંપનીએ ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું

કંપનીએ ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું

રિઝર્વ બેંક દ્વારા ડેટા સ્ટોરેજની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડના નવા કાર્ડ ઇશ્યુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પ્રતિબંધ હેઠળ 22 જુલાઈ 2021થી નવા કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, કંપનીના જૂના ગ્રાહકોને આનીઅસર થઈ નથી.

વાસ્તવમાં સ્ટોરેજ નિયમો અનુસાર, ભારતમાં ગ્રાહકોના પેમેન્ટથી સંબંધિત ડેટા સ્ટોર કરવો જરૂરી હતો, પરંતુ કંપનીએઆવું કર્યું નથી.

ડેટા સ્થાનિકીકરણ નિયમો 2018 માં જાહેર કરાયા

ડેટા સ્થાનિકીકરણ નિયમો 2018 માં જાહેર કરાયા

ડેટા સાથે સંકળાયેલા ભૌગોલિક રાજકીય જોખમને ધ્યાનમાં રાખીને, RBIએ એપ્રીલ 2018 માં ડેટા સ્થાનિકીકરણ નિયમો જાહેર કર્યા હતા.

આ અંતર્ગત તમામ સર્વિસ પ્રોવાઈડર્સને 6 મહિનાની અંદર દેશમાં પેમેન્ટ સંબંધિત તમામ ડેટા રાખવાની વ્યવસ્થા કરવા માટે સૂચનાઆપવામાં આવી હતી.

ધીરે ધીરે કંપનીઓએ નિયમો સ્વીકાર્યા

ધીરે ધીરે કંપનીઓએ નિયમો સ્વીકાર્યા

શરૂઆતમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન સહિત ઘણી વૈશ્વિક બેંકોએ ડેટા સ્થાનિકીકરણના નિયમોનો વિરોધ કર્યો હતો, પરંતુ બાદમાં ધીરેધીરે કંપનીઓએ આ નિયમોને સ્વીકારી લીધા હતા. જ્યારે, ચુકવણી સેવા પ્રદાતા માસ્ટરકાર્ડ પૂરતો સમય અને તક આપ્યા બાદ પણનિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં નિષ્ફળ ગયું હતું.

English summary
RBI lifted the ban on MasterCard, now the company can work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X