RBI ફેબ્રુઆરીમાં વ્યાદ દરોમાં 25 બેઝિક પોઇન્ટ ઘટાડી શકે : બેંક ઓફ અમેરિકા

નવી દિલ્હી, 25 ડિસેમ્બર : રિઝર્વ બેંક ફેબ્રુઆરીમાં યોજાનારી આર્થિક નીતિની સમીક્ષામાં મુખ્ય દરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. બેંકે જાન્યુઆરી 2016 સુધી 6 ટકા ફુગાવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાય એમ છે.

બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે આ વાત કહી હતી. બેંકે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 'અમારા વિચાર અનુસાર રિઝર્વ બેંક દ્વારા જાન્યુઆરી 2015માં આઠ ટકા અને જાન્યુઆરી 2016 માટે 6 ટકાનું મોંઘવારી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ કારણે અમારું સતત માનવું છે કે ગવર્નર રઘુરામ રાજન ત્રણ ફેબ્રુઆરીના રોજ મુખ્ય વ્યાજ દરોમાં 25 બેઝિક પોઇન્ટનો ઘટાડો કરશે.'

bank-of-america-1

રિપોર્ટમાં એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે જાન્યુઆરીમાં સીપીઆઇ આધારિત ફુગાવો 6.2 ટકા રહેશે. રવિ પાક સામાન્ય રહેવાના સ્પષ્ટ સંકેત મળવા લાગશે કારણ કે મોડા વરસાદને કારણે વાવણી પણ મોડી કરવામાં આવી હતી. હવે તેમાં ઝડપ આવી છે.

રૂપિયા અંગે બેંક ઓફ અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 62-63 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આરબીઆઇ રક્ષાત્મક બની રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમારી આશા છે કે રિઝર્વ બેંક 62થી 63 રૂપિયા પ્રતિ ડોલરની વચ્ચે સાંકેતિક સુરક્ષાનું કામ કરશે. આ માટે તે 50 કરોડથી લઇને એક અબજ ડોલર સુધી માર્કેટમાં વેચી શકે છે. આ બેંક કરી રહી છે. રૂપિયો માટો પાયે જ્યારે 65 સુધી ઘટશે ત્યારે પણ અમે 15 અબજ ડોલરનો પૂર્ણ હસ્તક્ષેપ માર્કેટમાં જોઇ શકીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X