For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI Monetary Policy : રેપો રેટમાં 0.35 ટકાનો વધારો, આમ આદમીને થશે આ અસર

RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેંક દ્વારા 7 ડિસેમ્બરના રોજ તેની નાણાકીય નીતિ જાહેર કરવામાં આવી છે. આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે

|
Google Oneindia Gujarati News

RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેંક દ્વારા 7 ડિસેમ્બરના રોજ તેની નાણાકીય નીતિ જાહેર કરવામાં આવી છે. આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારના રોજ જાહેરાત કરી હતી કે, રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારા સાથે હવે રેપો રેટ વધીને 6.25 ટકા થઈ ગયો છે.

આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, MPCના 6 માંથી 5 સભ્યોએ બહુમતીથી રેપો રેટ વધારવાની તરફેણ કરી હતી, જે બાદ RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રેપો રેટ વધારાની શું થશે અસર

રેપો રેટ વધારાની શું થશે અસર

ઉલ્લેખનીય છે કે, રેપો રેટમાં વધારો થયા બાદ તમારી લોનની EMI વધી શકે છે. આ સાથે તમારા માટે લોન લેવી મોંઘી થઈ જશે. રેપો રેટમાં વધારાને કારણે બેંકોના લોનના દરમાં વધારો થાય છે, જેની અસર બેંકના ગ્રાહકો પર પડે છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું?

RBI ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું?

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, અમે વધુ એક પડકારજનક વર્ષના અંતમાં આવ્યા છીએ અને માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી દરમાં વધારો થતો જોવા મળ્યો છે.

વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે દેશમાં સપ્લાય ચેઇનની સ્થિતિ પડકારોનો સામનો કરી રહી છે. બેંક ધિરાણ વૃદ્ધિ હાલમાં બે આંકડાથી ઉપર આવી રહી છે, જ્યારે ફુગાવાનો દર હાઇ સ્તરે રહે છે.

છેલ્લી ત્રણ MPC મીટિંગમાં 1.90 ટકાનો વધારો કર્યો

રિઝર્વ બેંકે તેની છેલ્લી ત્રણ નાણાકીય નીતિ સમિતિની બેઠકોમાં રેપો રેટમાં કુલ 1.90 ટકાનો વધારો કર્યો છે. તેમાંથી મે મહિનામાં 40 બેસિસ પોઈન્ટ્સ અને જૂન અને ઓગસ્ટમાં 50-50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ 5.90 ટકા છે.

English summary
RBI Monetary Policy : RBI Increase in repo rate by 0.35 percent, this will affect people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X