For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI Monetary Policy: FY23 GDP ગ્રોથ અનુમાન 7.8%થી ઘટાડીને 7.2%- શક્તિકાંત દાસ

રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23ની પહેલી ક્રેડિટ પૉલિસી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23ની પહેલી ક્રેડિટ પૉલિસી જાહેર કરી છે. આબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપીને કહ્યુ કે 'રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ પડી છે. જો કે રિઝર્વ બેંકે આજે પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર ન કરીને રેપો રેટને 4 ટકા જાળવી રાખ્યો છે. વળી, નાણાકીય વર્ષ 2023 માટે રિયલ જીડીપી ગ્રોથ અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા પર રાખવામાં આવ્યુ છે.'

shakrtikant das

આરબીઆઈ ગવર્નરના સંબોધનની ખાસ વાતો

  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે ઈન્ડિયા માટે આ પડકારભર્યો સમય છે.
  • આવનારા દિવસોમાં પણ શેર બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહેવાના અણસાર જોવા મળી રહ્યા છે.
  • 18 એપ્રિલથી મની માર્કેટ ખુલવાનો સમય સવારે 9 વાગે હશે.
  • સતત 11મી વાર રેપો રેટ 4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ(MSFR)અને બેંક રેટ 4.25 ટકા રહેશે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે ઈકોનૉમીને અત્યારે સપોર્ટની જરુર છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23 GDP ગ્રોથ અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા થઈ ગયુ છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.2% થઈ ગયુ છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 4.3%થી ઘટાડીને 4.1% થઈ ગયુ છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 4.5%થી ઘટાડીને 4% થઈ ગયુ છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23માં મોંઘવારી દર 5.7% રહેવાનુ અનુમાન છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે GDP ગ્રોથ અનુમાન $100/બેરલ પર આધારિત છે.
  • આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોઈ પણ રેગ્યુલેટેડ કંપનીઓમાં ગ્રાહકોની સર્વિસ સ્ટડી માટે પેનલની રચના કરવામાં આવશે.
English summary
RBI Monetary Policy: Real GDP growth for FY23 is 7.2 percent said RBI Governor Shaktikanta Das
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X