
RBIનો નવો નિયમ, પૈસાની લેવડ-દેવડ માટે આપવો પડશે 20 આંકડાનો LEI નંબર, જાણો શું છે એ
નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વિદેશોમાં ફંડની લેવડ માટે LEI નંબર કે Legal Entity Identifier નંબરને અનિવાર્ય કરી દીધો છે. આરબીઆઈના નવા નિયમ મુજબ કંપનીઓએ ઓક્ટોબર 2022થી વિદેશોમાં 50 કરોડ રૂપિયા કે વધુ રકમની લેવડ-દેવડ માટે 20 આંકડાનો LEI નંબર આપવો પડશે. વાસ્તવમાં, LEI નંબર નાણાકીય લેવડ-દેવડ કરનાર બંને પક્ષોની ઓળખ સુનિશ્ચિત કરશે. આના કારણે આરબીઆઈએ તેને અનિવાર્ય કરવાની યોજના બનાવી છે. 20 આંકડાના આ એલઈઆઈ નંબર દ્વારા નાણાકીય લેવડ-દેવડ પર નજર રાખી શકાશે અને નાણાકીય આંકડા સાથે જોડાયેલી પ્રણાલિઓની ગુણવત્તા અને તેની ચોક્કસતા સુધારવા માટે ઉપયોગ કરી શકાશે.

શું છે LEI નંબર
આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં કહ્યુ છે કે ભારત સ્થિત કંપનીઓએ વિદેશોમાંથી 50 કરોડ કે તેનાથી વધુ રકમની લેવડ-દેવડ માટે એક ઓક્ટોબર 2022થી LEI નંબર લેવો પડશે. આરબીઆઈએ ફેમા કાયદો 1999 ની જોગવાઈ હેઠળ આ નિર્ણય લીધો છે. LEIને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. જો એક વાર LEI નંબર જાહેર કરી દેવામાં આવ્યો તો કંપનીઓ તેને પોતાની બધી લેવડ-દેવડમાં ઉલ્લેખ કરી શકશે. આ નંબરનો ઉલ્લેખ કરવો અનિવાર્ય રહેશે.

20 આંકડાનો નંબર
LEI એક 20 આંકડાનો નંબર છે જેને માન્ય એન્ટિટી ઓળખકર્તા અથવા LEI કહેવાય છે. આ નાણાકીય લેવડ-દેવડ માટે બંને પક્ષોની ઓળખ નક્કી કરવાનો નંબર હોય છે. આ નંબરનો ઉપયોગ કરવા પર લેવડ-દેવડમાં શામેલ પક્ષોની ઓળખ કરવામાં આવી શકાય છે. આ નંબરના ઉપયોગથી દુનિયાભરમાં નાણાકીય લેવડ-દેવડની ગુણવત્તાને જાળવી રાખવામાં મદદ મળે છે.

ક્યાં થશે લાગુ
તમને જણાવી દઈએ કે આરબીઆઈ આને તબક્કાવાર રીતે લાગુ કરી રહ્યુ છે. આને ઓટીસી ડેરિવેટીવ, બિન-ડેરિવેટિવ બજારો, મોટા કૉર્પોરેટ કંપનીઓના ઉધાર લેનાર અને મોટી લેવડ-દેવડમાં શામેલ કરવામાં આવી રહ્યા છે જેથી મોટી લેવડ-દેવડ પર નજર રાખવામાં આવી શકે છે. ઓક્ટોબર 2022 સુધી 50 કરોડ રૂપિયાથી વધુની લેવડ-દેવડને જાહેર કરી શકાશે. કંપનીઓને આ 20 આંકડાનો નંબર જાહેર કરી શકાશે. એક વાર આ નંબર જાહેર થયા બાદ કંપનીઓને પોતાની દરેક લેવડ-દેવડમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.