For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રિઝર્વ બેંકે ભારતની નાણાકીય પ્રણાલી સામે ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 ડિસેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ પોતાની તાજેતરની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જે વાતો અંગે સાવચેત કર્યા છે, તેને સુધારવા માટે યોગ્ય પગલાં લેવામાં ના આવ્યા તો ભારતીય નાણાકીય પ્રાણીલી સંપૂર્ણ રીતે બદલાઇ શકે છે.

રિપોર્ટમાં જે બાબત અંગે સૌથી વધારે ચેતવવામાં આવ્યા છે તે પ્રમોટર્સ દ્વારા અનેક સાધનોનો ઉપયોગ કરીને લેવામાં આવતા અતિશય ઉધાર અંગે જણાવવામાં આવ્યું છે.

ભારતીય બેંકોના વિદેશના કામકાજ અંગે પણ બેંકિંગ રેગ્યુલેટરે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રિઝર્વ બેંકે સરકારી નોંન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને પણ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે.

rbi-logo-1

રિપોર્ટમાં બેંકો અને નાબાર્ડ જેવી ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માટે સરક્યુલર લેન્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડની ટોપ 10 લિસ્ટેડ કંપનીઓમાં વધારે હોલ્ડિંગ અને બેંકો માટે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ટાર્ગેટ વધારવા જેવી વાતો કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઇકોનોમિક રિકવરી આવશે નહીં, સરકારી બેંકોની બેડ લોનની સમસ્યાનો કોઇ ઉકેલ આવશે નહીં. ઇકોનોમિક ગ્રેથ ઓછો રહેશે તો તેઓ ફંડના મામસામાં પણ પાછળ છૂટી શકે છે.

ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટના જણાવ્યા અનુસાર, નવી સરકાર આવવાને પગલે શેરમાર્કેટમાં તેજીનો માહોલ નથી. આ તેજી અન્ય ફાઇનાન્શિયલ માર્કેટમાં જોવા મળેલી તેજીની અસર છે. ભારત તેમની સાથે કદમ મિલાવી રહ્યું છે. અમેરિકામાં એસ એન્ડ પી ઇન્ડેક્સ રેકોર્ડ હાઇ લેવલ પર છે.

આરબીઆઇએ એમ પણ જણાવ્યું છે કે જો ઇકોનોમિક ગ્રોથ ઝડપથી નહીં વધે તો બેડ લોનની સમસ્યા બેંકો માટે વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે બેડ લોનમાં વધારો થયો છે.

English summary
RBI raised question on India's financial system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X