નોટબંધીના 69 દિવસો બાદ આખરે સરકારે આપી રાહત

ભારતીય રિઝર્વ બેન્કે આખરે બચત ખાતાધારકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. હવે એટીએમમાંથી રૂપિયા 10 હજાર સુધીની રકમ ઉપાડી શકાશે.

ભારતીય રિઝર્વ બેન્કે બચત ખાતાધારકોને રાહત આપતા એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. દેશમાં નોટબંધીનો નિયમ લાગુ પડ્યા બાદ એટીએમમાંથી માત્ર રૂપિયા 4000 સુધી જ ઉપાડી શકાતા હતા, ત્યાર બાદ આ નિશ્ચિત માત્રા વધારીને રૂપિયા 4500 કરવામાં આવી હતી. હવે આરબીઆઇ એ બચત ખાતાધારકો માટે આ સીમા વધારીને રૂપિયા 10 હજાર કરી છે, પરંતુ એક સપ્તાહમાં બચત ખાતા ધારક રૂપિયા 24 હજાર જ ઉપાડી શકશે.

atm

કરન્ટ ખાતાધારકો માટે ઉપાડની સીમા રૂપિયા 50 હજારથી વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ સિવાયના કોઇ નિયમમાં આરબીઆઇ એ હજુ ઢીલ મુકી નથી. આ પહેલાં આરબીઆઇ એ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સીમા અંગેનો નિયમ 28 નવેમ્બરે બદલ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X