RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો, CRR યથાવત

માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલિટી(એમએસએફ) અને બેન્ક રેટ ઘટીને 8.25 ટકા થઈ ગયો છે. આરબીઆઈ તરફથી મિડ-ક્વાર્ટર પોલીસીની જાહેરાત 17મી મેએ કરવામાં આવશે.
આરબીઆઈએ બેન્કો માટે હેલ્ડ ટૂ મેચ્યોરિટી(એચટીએમ) બોન્ડની મુદત ઘટાડી છે. હવે એચટીએમ બોન્ડની મર્યાદા 25% ઘટીને 23% થઈ છે. એચટીએમ મર્યાદામાં ઘટાડા માટે અલગ ગાઈડલાઈન જાહેર કરાશે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીને આપનાર લોન પર પ્રોવિજનિંગ ઘટાડવામાં આવી છે, જે રિયલ્ટી કંપનીઓ માટે સારા સમાચાર છે.
આરબીઆઈનું કહેવું છે કે મોંઘવારી પર નજર રાખવી હવે જરૂરી છે તેમનું માનવું છે કે, નાણાકીય વર્ષ 2014માં મોંઘવારી દર 5.5% રહેવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
