મોદી સરકારમાં RBIએ કંઇક તેવું કર્યું જે પહેલા કોઇએ નથી કર્યું

Written By:
Subscribe to Oneindia News

ભારતીય રિઝર્વ બેંકે પહેલી વાર કંઇક તેવું કર્યું છે જે આજ પહેલા કોઇએ નથી કર્યું. ભારતીય રિઝર્વ બેંકે 30 જૂને 2017માં પૂર્ણ થતા સપ્તાહની બેલેન્સ શીટ જાહેર ના કરવાનો નિર્ણય લીધો છે. 30 જૂનના રોજ ભારતીય રિઝર્વ બેંકનું એકાઉન્ટિંગ યર પૂર્ણ થઇ જશે. આ સાથે જ નવેમ્બર 2016માં થયેલી નોટબંધીની અસર જાણવા માટે હવે તમારે વધુ રાહ જોવી પડશે. કેન્દ્રીય બેંક હજી પણ સર્કુલેશનમાં જાહેર કરેલા ચલણનું અનુમાન લગાવવા માટે કામ કરી રહી છે. જે બેલેન્સ શીટની લાયેબલિટી માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. એક અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ સર્કુલેશનમાં જાહેર ચલણ કેન્દ્રીય બેંકની બેલેન્સ શીટ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. અને તેને જનતાની સામે રાખવી જરૂરી છે.

rbi

જુલાઇના અંત સુધી ભારતીય રિઝર્વ બેંક ડીટેલ બનાવીને તેને ઓગસ્ટમાં રિલિઝ કરવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે 12 જુલાઇના રોજ સંસદીય સમિતિને કહ્યું હતું કે નોટોની ગણતરી હજી પણ ચાલુ છે. અને જલ્દી જ તે જાણકારી મેળવીને આ અંગે અધિકૃત જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર 2016થી નોટબંધી કરવામાં આવી છે. જે હેઠળ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દેવામાં આવી હતી. અને તેના બદલે 500ની નવી અને 2000ની પણ નવી નોટો જાહેર કરવામાં આવી હતી. નોટબંધીના બે અઠવાડિયા સુધી બેન થયેલ કેટલી નોટો જમા થઇ છે તે અંગેથી સુચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવતી હતી. પણ બે વીક પછી આ અંગે જાણકારી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

English summary
RBI skips releasing balance sheet for the week ended June 30 for first time ever.
Please Wait while comments are loading...