RBIએ SLR ઘટાડ્યો; રેપોરેટ યથાવત રાખ્યો
નવી દિલ્હી, 3 જૂન : આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ તેની ત્રિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી છે. આ નીતિમાં તેણે વ્યાજદર યથાવત રાખ્યા છે. આ સાથે રેપો રેટ 8 ટકા, રિવર્સ રેપો રેટ 7 ટકા અને CRR 4 ટકા પર યથાવત રાખ્યા છે.
મહત્વની બાબત એ છે કે આશ્ચર્યજનક પગલાંમાં SLRમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. SLRમાં 0.50 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરતા તે 23 ટકાથી ઘટીને 22.5 ટકા થયો છે. નવો SLR દર 14મી જૂનથી લાગુ થશે.

આરબીઆઈએ બેન્ક રેટમાં પણ કોઇ ફેરફાર ન કરતા 9 ટકા પર સ્થિર રાખ્યા છે. આ સાથે જ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને આગામી વર્ષે જીડીપી પાંચછી છ ટકા વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
SLRમાં ઘટાડો બેંકોને બિન સરકારી ક્ષેત્રને વધુ લોન આપવાની સ્વતંત્રતા આપશે
આરબીઆઈએ જાન્યુઆરી 2016 સુધીમાં સીપીઆઇ આધારિત મોંઘવારી દર 6 ટકા સુધી લાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે જાન્યુઆરી 2015 સુધીમાં સીપીઆઇ આધારિત મોંઘવારી દર 8 ટકા પર રહેવાની ધારણા છે.
ત્રીજી ત્રિમાસિક નાણાં નીતિની આગામી સમીક્ષા 5 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવશે. રઘુરામ રાજને મોંઘવારી દર 8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે આરબીઆઇએ પોતાની નીતિ જાહેર કરી એ પહેલા ગઇ કાલે આરબીઆઇના ગવર્નર રાજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પહેલા તેઓ નવા નાણા મંત્રી અરૂણ જેટલીને પણ મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા મોંઘવારી ઘટાડવાની રહેશે.












Click it and Unblock the Notifications
