RBI આંખો મીંચીને ફુગાવા અંગે પગલાં નહીં લે : રઘુરામ રાજન

મુંબઇ, 30 ઓક્ટોબર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા - આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને આજે જણાવ્યું છે કે કેન્દ્રીય બેંક આંખો મીંચીને મોંઘવારી એટલે કે ફુગાવાનો સામનો નહીં કરે. ફુગાવા પાછળ પડવા માટે ચોતરફથી રઘુરામ રાજનની ટીકા થઇ રહી છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ ઉચિત કેન્દ્રીય બેંક વૃદ્ધિની ચિંતા છોડીને માત્ર મોંઘવારીનો પીછો કરી શકે નહીં.

દેશની આર્થિક નીતિની સમીક્ષા કર્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજને જણાવ્યું કે હું એમ કહેવા નથી માંગતો કે આરબીઆઇ મોંઘવારીની પાછળ પાગલની જેમ પાછળ પડી ગઇ છે. કારણ કે ઘરેલુ ચિંતાને કારણે તેઓ માત્ર મોંઘવારી પર ધ્યાન કેન્દ્રીત કરી શકે એમ નથી. અમને વૃદ્ધિની ચિંતા પણ છે. કોઇ પણ કેન્દ્રીય બેંક માટે મોંઘવારી પર કાબૂ મેળવવાની સાથે વૃદ્ધિનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વૃદ્ધિ થશે તો મોંઘવારીની તાકાત આપોઆપ ઘટશે.

raghuram-rajan-rbi-logo

નોંધનીય છે કે 4 સપ્ટેમ્બરના રોજ રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજન અત્યાર સુધીમાં બે વાર 0.25 - 0.25 ટકા રેપો રેટમાં વધારો કરી ચૂક્યા છે. તેના કારણે વર્તમાન સમયમાં રેપો રેટ 7.75 ટકા સુધી પહોંચી ગયો છે.

રાજને જણાવ્યું કે તેઓ વૃદ્ધિની ચિંતાઓને પણ જાણે છે. જો વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે તો 5 ટકાની વૃદ્ધિદરના અનુમાનની નીચે જવું જોખમી છે. પરંપરાગત રીતે કેન્દ્રીચ બેંક ડબલ્યુપીઆઇને સંકેતકના રૂપમાં જોવે છે. પરંતુ અમે સીપીઆઇને પણ અવગણી શકીએ તેમ નથી. તે છેલ્લા ઘણા સમયથી તેજીથી વધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X