RBI ડિપોઝિટ સ્વીકારતી નોન બેંકિંગ કંપનીઓને બંધ કરશે

આરબીઆઈ દ્વારા આગામી સમયમાં જે કડક પગલા લેવાનો નિર્ણય લીધો છે તેમાં સામાન્ય જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારતી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દેવાની શક્યતા છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે થોડા દિવસ પહેલાં નાણા વિભાગ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં પોતાનો આ વિચાર રજુ કર્યો હતો.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નાણાકિય સ્થિરતા અને વિકાસને લગતી બેઠકમાં સામાન્ય જનતા પાસેથી નાણાં એકત્ર કરીને ફાઈનાન્સ કંપનીઓ ચલાવતી સંસ્થાઓના નિયમો વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડી. સુબ્બારાવે ચોખ્ખુ જણાવ્યું હતું કે આગામી સમયમાં માત્ર કોમર્શિયલ બેન્કો કામ કરી શકશે અને માત્ર તેઓને સામાન્ય જનતા પાસેથી ડિપોઝિટ લેવાનો હક્ક આપવામાં આવશે. બેન્કો સિવાય જે સંસ્થાઓ પાસે આ હક્ક છે તે પરત ખેંચી લેવામાં આવશે.
આરબીઆઈના જણાવ્યા પ્રમાણે નોનબેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ડિપોઝિટ નહીં લેવાનો નિર્ણય ધીમે ધીમે લેવામાં આવશે કે જેથી દેશના નાણાકીય રોકાણના કાર્યક્રમમાં કોઈ નુકસાન પહોંચી નહીં. આરબીઆઈએ નોનબેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ બંધ કરતાં પહેલા ગામડે ગામડે જઈને કોમર્શિયલ બેન્કોના પ્રચાર અને સ્થાપના કરવી પડશે.












Click it and Unblock the Notifications
