પેટીએમ પર 25000 રૂપિયા જમા કરવા પર 200 કેશબેકની ઓફર

Posted By:
Subscribe to Oneindia News

23મેના રોજ મંગળવારે દેશ વધુ એક બેંક મળી જશે. કારણ કે પેટીએમની પેટીએમ બેંક આજથી કામ કરવાનું શરૂ કરશે. વન97 કમ્યૂનિકેશનએ જણાવ્યું છે કે એક વર્ષમાં પેટીએમ તેની 31 શાખાઓ દેશભરમાં ખોલશે. અને 3000 ગ્રાહક સેવા કેન્દ્ર બનાવશે. પેટીએમ બેંકમાં 25,000 રૂપિયા જમા કરવા પર બેંક ગ્રાહકોને 250 રૂપિયા કેશબેક આપશે. પેટીએમ તેની પેટીએમ બેંક માટે આવનારા બે વર્ષમાં 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યૂનિકેશંસ છે. આ કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા પાસે પેમેન્ટ બેંકનો 51 ટકા ભાગ છે. અને બાકીનો ભાગ વન97 કમ્યૂનિકેશંસનો છે. વિજય શેખર શર્મા અને વન97 મળીને કંપનીમાં પહેલા જ 220 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે.

paytm

પેટીએમ પોતાના વોલેટ બિઝનેસને મંગળવારે પેટીએમ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરી લેશે. કંપનીએ આ મામલે તેના ગ્રાહકોને સૂચના આપી છે. તે સિવાય એ પણ વિકલ્પ આપ્યો છે કે તે ઇચ્છે તો લોન્ચ પહેલા તેમના એકાઉન્ટને પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર ન કરવાની કહી શકે છે. પેટીએમ પેમેન્ટ બેંકની મુખ્ય કાર્યકારી અધિકારી રેણુ સત્તી છે. ઉલ્લેખનીય છે કે પેટીએમ બેંકમાં જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકાય છે. તે સિવાય કંપની ઓફલાઇન ટ્રાજેક્શન જેવી આઇએમપીએસ, એનઇએફટી અને આરટીજીએસની સુવિધા પણ આપશે. જે માટે તે કોઇ વધારોની કિંમત નહીં વસૂલે. આ બેંક બચત ખાતામાં ચાર ટકાનું વ્યાજ આપવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે તે પહેલા 10 લાખ ગ્રાહકોને ખાતા ખોલવા પર 25,000 રૂપિયા જમા કરાવતા 250 રૂપિયા કેશબેક આપશે.

પેટીએમના બેંક ખાતા તમે એક લાખ રૂપિયા જ જમા કરાવી શકો છો. તે સિવાય તેણે પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પણ આપશે. આ કાર્ટ પર પાંચ ફ્રી એટીએમ ટ્રાંજેક્શન હશે તે પછી તેની પર 20 રૂપિયા ચાર્જ આપવો પડશે.

English summary
Read here more about Paytm bank. As from today onwards paytm is starting its bank.
Please Wait while comments are loading...