ઈન્ફોસિસના પુનર્ઘડતરમાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગશે : નારાયણ મૂર્તિ

આ પ્રસંગે મૂર્તિએ જણાવ્યું કે કંપનીનું ટર્નઓવર વધારવા ઉપરાંત કર્મચારીઓની સુખાકારી ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. એજીએમમાં મૂર્તિની નિયુક્તિ અંગે ભૂતપૂર્વ ચેરમેન કે વી કામથે પણ સંબોધન કર્યું હતું. કામથે કહ્યું કે મૂર્તિની નિમણૂંક માટે બોર્ડનું મંતવ્ય ઉપરાંત કાનૂની સલાહ પણ લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્ફોસિસમાં તેના સ્થાપક મૂર્તિની પુનઃ નિમણૂંકના મામલે માર્કેટ રેગ્યૂલેટર સેબીએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજની એજીએમમાં મૂર્તિએ કંપનીની ભાવિ બિઝનેસ વ્યૂહરચનાનો ચિતાર રજૂ કર્યો હતો. કંપની મોટા પ્રોજેક્ટ હાંસલ કરવા પર ફરી તેનું ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
