Reliance agm 2025 : 2026માં Jio નો IPO આવશે, જાણો તમામ વિગતો
Reliance agm 2025 : ભારતીય ઉદ્યોગ જગતમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મોટી જાહેરાત કરી છે.
કંપનીની 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ્સ વર્ષ 2026ની શરૂઆતમાં પોતાનો ઇનશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, આજે મને એ વાતની જાહેરાત કરતાં ગર્વ થાય છે કે જીઓ પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. અમારું લક્ષ્ય 2026ની પ્રથમ છ માસિક સુધીમાં જીઓને લિસ્ટ કરવાનું છે, જોકે આ માટે જરૂરી મંજૂરીઓ મળવી અનિવાર્ય છે.
મને પૂરો વિશ્વાસ છે કે આ IPO સાબિત કરશે કે જીઓ વૈશ્વિક કંપનીઓની જેમ જ વિશાળ મૂલ્યનું નિર્માણ કરવામાં સક્ષમ છે. આ રોકાણકારો માટે એક ખૂબ જ આકર્ષક તક હશે.
અંબાણીએ માહિતી આપી કે જીઓ હવે તેના દસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને તાજેતરમાં તેણે 500 મિલિયન (50 કરોડ) ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે.
તેમણે કહ્યું કે જીઓએ ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખ્યો છે, જેમાં આધાર અને UPI જેવી ક્રાંતિકારી પહેલનો સમાવેશ થાય છે. જીઓએ દેશમાં મફત વૉઇસ કૉલિંગ અને વીડિયો જોવાની ટેવને લોકપ્રિય બનાવી છે.
જીઓના આગામી પાંચ મુખ્ય પ્રાથમિકતાઓ
- દરેક ભારતીયને મોબાઇલ અને હોમ બ્રોડબેન્ડથી જોડવા.
- દરેક ઘરને ડિજિટલ સેવાઓથી સજ્જ કરવું.
- વ્યવસાયોને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા.
- "AI Everywhere for Everyone" અભિયાન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને સામાન્ય બનાવવું.
- જીઓના ઓપરેશન્સને વિદેશો સુધી વિસ્તૃત કરવા.
આ AGMમાં જીઓના કેટલાક નવા અને આકર્ષક પ્રોડક્ટ્સની પણ જાહેરાત કરવામાં આવી:
- Jio Smart Home : JioTV+, Jio TV OS, અને હોમ ઓટોમેશન જેવી સેવાઓ ટૂંક સમયમાં દરેક ભારતીય ઘર સુધી પહોંચશે.
- JioPC : આ એક ક્રાંતિકારી પ્રોડક્ટ હશે જે કોઈ પણ ટીવી કે સ્ક્રીનને AI-રેડી કમ્પ્યુટરમાં ફેરવી દેશે.
- JioFrames : આ એક AI-સંચાલિત વિયરેબલ પ્લેટફોર્મ છે જે બહુ-ભાષી AI વૉઇસ આસિસ્ટન્ટથી સજ્જ હશે.
મુકેશ અંબાણીએ સ્પષ્ટ કર્યું કે જીઓ માત્ર એક ટેલિકોમ કંપની નથી, પરંતુ ભારતની ડિજિટલ ક્રાંતિની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે, અમે ભારતને AI યુગમાં પ્રવેશ કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.












Click it and Unblock the Notifications
