For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સે ગેસ સંગ્રહના આરોપોને નકારી કાઢ્યાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mukesh-ambani
નવી દિલ્હી, 26 નવેમ્બર: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે કેજી-ડી 6 ક્ષેત્રમાં ગેસ ઉત્પાદન સ્તરને ઓછો રાખીને ગેસ સંગ્રહ સંબંધી આરોપોને નકારી કાઢ્યાં છે. કંપનીનું કહેવું છે કે કેજી બેસિન ક્ષેત્રમાં ગેસનો સંગ્રહ કરવો ટેકનીકલ રીતે અસંભવ છે. કંપનીએ પોતાના દાવાની પુષ્ટિ કરતાં આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોની નિમણૂક કરવાની માંગણી કરી છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સચિવને લખેલા પત્રમાં રિલાયન્સે કહ્યું છે કે (કેજી-ડી6 બોલ્કના) ડી1-ડી3 ફિલ્ડમાં ગેસ ભંડારને સંગ્રહ કરવાની ટેકનીક અસંભવ છે. તેલ અને ગેસ કુવાઓમાં સક્રિય રહે છે આ કોઇ કોલ્ડ સ્ટોરેજ જેવી સિસ્ટમ નથી, જેમાં પ્રવાહ અને ઉત્પાદન સાથે જોડાયેલ રહે.

જી સી ચર્તુવેદીને લખેલા પત્રમાં કંપનીના કાર્યકારી નિર્દેશક પીએમએસ પ્રસાદે અનુમાનો અને તેના માટે ભરેલા પગલાંની સ્વતંત્ર પુષ્ટી માટે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોની ટીમને નિમવાની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે ડી1-ડી3 થી ગેસ ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. આ ઓગષ્ટ 2010ને પ્રતિદિન 5.5 કરોડ ઘન મીટરથી ઘટીને હાલમાં 2 કરોડ ઘન મીટર પ્રતિદિનથી ઓછી થઇ ગઇ છે.

આ સિવાય આ વિસ્તારમાં 18 કુવામાંથી છ પાણી અને રેતી પ્રવેશવાથી તે બંધ થઇ ગયા છે. કેજી-ડી6 થી તાજેતરમાં પ્રતિદિન લગભગ 2.5 કરોડ ઘન મીટર ગેસ ઉત્પાદન થઇ રહ્યું છે. આમાં એમએ ક્ષેત્રના ઉત્પાદનનો સમાવેશ થાય છે.

English summary
Reliance Industries has denied allegation that it is hoarding gas by keeping KG-D6 output low saying it was technically impossible to store gas in the KG basin fields.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X