For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM કેર્સ ફંડમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ, આમણે પણ ખજાનો ખોલ્યો

PM કેર્સ ફંડમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ, આમણે પણ ખજાનો ખોલ્યો

|
Google Oneindia Gujarati News

કોરોના સાથે જંગ માટે દેશના દિગ્ગજ વેપારી મુકેશ અંબાણના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયાના દાનનું એલાન કર્યું છે. રિલાયન્સ સિવાય રતન ટાટા, અનિલ અગ્રવાલ હિત કેટલાય દિગ્ગજ પીએમ કેયર્સ ફંડમાં કરોડો રૂપિયા આપી ચૂક્યા છે. કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રીનો સાથ આપવા માટે દેશમાં પીએમ કેર્સ ફંડમાં દાન આપવાની એક પ્રકારે હોડ લાગી ગઈ છે. સ્ટાર્સથઈ લઈ આમ આદમી સુધી કોઈ આમાં દાન આપી રહ્યા છે.

રિલાયન્સે 500 કરોડનું દાન આપ્યું

રિલાયન્સે 500 કરોડનું દાન આપ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 500 કરોડ રૂપિયા આપવા સિવાય કોવિડ-19ના ઈલાજ માટે મુંબઈમાં 100 બેડનું એક ખાસ હોસ્પિટલ પણ તૈયાર કર્યું છે. રિલાયન્સ દ્વારા દેશમાં 50 લાખને ભોજન કરાવવામાં આવશે. રિલાયન્સ દરરોજ હેલ્થ વર્કર્સ અને અન્ય લોકોને એક લાખ માસ્ક વહેંચશે.

રતન ટાટા

રતન ટાટા

રતન ટાટાના નેતૃત્વવાળા ટાટા ગ્રુપે પીએમ કેર્સ ફંડમાં 1500 કરોડ રૂપિયા આપ્યા છે. આ ફંડમાં ટાટા ટ્રસ્ટે 500 કરોડ અને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે 1000 કરોડ રૂપિયા આવાનું એલાન કર્યું છે. પીએમ કેર્સ ફંડમાં કરવામાં આવેલ દાન ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80જી અંતર્ગત કરમુક્ત હોય છે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

ગુજરાતના પ્રમુખ વેપારી ગૌતમ અદાણીએ પણ કોરોનાથી નિપટવા માટે પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. સરકારે આ ફંડ અંતર્ગત કરવામાં આવેલ દાનને સીએસઆર અંતર્ગત સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

અનિલ અગ્રવાલ

અનિલ અગ્રવાલ

વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલ આ ફંડમાં દાન કરનાર સૌથી પહેલા બિઝનેસમેન હતા. તેમણે પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ રૂપિયાના દાનનું એલાન કર્યું. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે રોજમદાર મજૂરોને થતી સમસ્યાઓને લઈ પરેશાન છે.

વિજય શર્મા

વિજય શર્મા

વિજય શર્મા શેખરના નેતૃત્વવાળા પેટીએમે પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. કંપનીએ કહ્યું કે પેટીએમ વૉલેટ, યૂપીઆઈ અને પેટીએમ બેંક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી પેટીએમના માધ્યમથી કરવામાં આવેલ દરેક ચૂકવણી માટે કંપની ફંડમાં 10 કરોડ રૂપિયા સુધીનું વધારાનું યોગદાન પણ આપવામાં આવે છે.

તેલંગાણામાં કોરના સંક્રમિત 6 લોકોના મોત, નિજામુદ્દીનની જમાતમાં સામેલ થયા હતાતેલંગાણામાં કોરના સંક્રમિત 6 લોકોના મોત, નિજામુદ્દીનની જમાતમાં સામેલ થયા હતા

English summary
reliance donated 500 crore in pm cares fund, know here who donated how much
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X