For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસના ભાવ વધારામાં મોડુંને લઇને રિલાયન્સની સરકારને નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મેઃ ગેસની કિંમતોના સંશોધનમાં મોડુ થતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નારાજગી વ્યક્ત કરી છે અને તેણ પોતાની સહયોગી વિદેશી કંપનીઓ સાથે મળીને સરકારને મધ્યસ્થા નોટિસ પાઠવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્રિટિશ કંપની બીપી પીએલસી અને કેનેડાની નીકો રિસોર્સિઝ સાથે નિવેદન જારી કરતા કહ્યું છે કે, આરઆઇએલ, બીપી અને નીકોએ ભારત સરકારે 9 મે 2014એ મધ્યસ્થા નોટિસ મોકલી છે. જેમાં સરકારે 10 જાન્યુઆરી 2014એ અધિસૂચિત ઘરેલુ પ્રાકૃતિક ગેસ કિંમતો દિશા નિર્દેશ 2014નું કાર્યાન્વયન કરવા કહ્યું છે. એ અનુસાર ગેસ માટે મંજૂરશુદા ફોર્મુલા પ્રમાણે કિંમતોની અધિસૂચિત કરવામાં ભારત સરકારના સ્તરે સતત મોડું થઇ રહ્યું છે, તેથી સંબદ્ધ પક્ષો પાસે નોટિસ ઉપરાંત કોઇ વિકલ્પ બચ્યો નથી.

નોંધનીય છેકે રિલાયન્સ અને તેમના સહયોગી ફર્મોએ બંગાળની ખાડીમાં કેજી ડી6 ક્ષેત્રની પ્રાકૃતિક ગેસ માટે નવા દર 1 એપ્રિલથી મળવાના હતા. આ ગેસ માટે 4.205 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટના દરની સમય સીમા ખતમ થઇ ગઇ છે, જે પાંચ વર્ષ માટે હતી. આમ આદમી પાર્ટી સતત ગેસ કિંમતોમાં પ્રસ્તાવિત વધારાનો વિરોધ કરી રહી છે અને આ મામલે રિલાયન્સ અને સરકારમાં સાઠગાંઠનો આરોપ લગાવી રહી છે. પાર્ટીની અપીલ બાદ જ ચૂંટણી પંચે ચૂંટણી સમાપ્ત થવા સુધી ગેસની કિંમતોમાં વધારાના નિર્ણયને ટાળી દીધો હતો.

reliance

જોકે, કેબિનેટે અંગ અને સાર્વજનિક કંપનીઓના ઘરેલુ ગેસ માટે નવી કિંમત ફોર્મુલાને 19 ડિસેમ્બર 2013ના રોજ મંજૂરી આપી દીધી હતી અને 10 જાન્યુઆરીએ અધિસૂચિત કરી દીધું પરંતુ નવા દરનું કાર્યાન્વયન નક્કી કાર્યક્રમ અનુસાર થઇ શક્યું નહીં. પેટ્રોલિયમ મંત્રાલયે ફોર્મુલા હેઠળ નવા દરોની ઘોષણામાં મોડુ કર્યું અને તે સરકારી ગેજેટમાં 17 જાન્યુઆરીએ પ્રકાશિત થયું. આ વચ્ચે 5 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ઘઇ અને ચૂંટણી પંચે સરકારને કહ્યું કે, હવે નવા દરોને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા અધિસૂચિન ના કરો.
English summary
Mukesh Ambani's Reliance Industries Ltd, British energy major BP Plc and Canadian explorer Niko have jointly served a notice on the government for delaying revision in price of gas produced from domestic fields, including the KG-D6 field off the Andhra coast operated by the consortium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X