For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણી બંધુઓની વચ્ચે થયો 12,000 કરોડ રૂપિયાનો કરાર

|
Google Oneindia Gujarati News

mukesh-anil-ambani
મુંબઇ, 7 જૂન : અંબાણીબંધુઓ એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ફરી એકવાર બિઝનેસ ડિલ થકી નજીક આવી રહ્યા છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમે રિલાયન્સ કમ્યુનિકેશન્સની સાથે મોબાઇલ ટાવરના ઉપયોગ સંબંધમાં લગભગ 12,000 કરોડ રૂપિયાનો કરાર થયો છે.

શુક્રવારે બંને ભાઇઓ વચ્ચે થયેલા આ કરાર અંતર્ગત મુકેશ અંબાણીની કંપની 4જી સર્વિસ ઉપલબ્ધ કરવાવવા અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ટાવરોનો ઉપયોગ કરશે.

બંને કંપનીયોની વચ્ચે થયેલ ડીલને લઇને રિલાયન્સ કમ્યુનિકેશન્સે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદન અનુસાર ડીલ અંતર્ગત મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ દેશભરમાં ફેલાયેલ રિલાયન્સ કમ્યુનિકેશન્સના 45000 ટાવરોનો ઉપયોગ કરશે. આમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સના છત પર લગાવેલ ટાવરનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે અનિલની રિલાયન્સ કમ્યુનિકેશન્સની સાથે 1,20,000 કિલોમીટરના ઓપ્ટિક ફાઇબર નેટવર્કના ઉપયોગને લઇને સમજૂતિ કરી હતી.

English summary
Mukesh Ambani's Reliance Jio Infocomm has signed a Rs. 12,000-crore tower sharing deal with younger brother Anil Ambani's Reliance Communications.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X