ભારતમાં લોબિંગ વિવાદને પગલે રિલાયન્સે અમેરિકામાં લોબિંગ બંધ કર્યું

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતીય માર્કેટમાં પ્રવેશ મેળવવા માટે અમેરિકન કંપનીઓ દ્વારા કરવામાં આવતા લોબિંગના ઊભા થયેલા વિવાદને લીધે ભારતીય સંસદમાં ભારે હોબાળો થયો હતો. જેના પગલે વિવાદના વમળમાં ફસાતા બચવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે અમેરિકાના સંસદસભ્યોમાં પોતાની લોબિંગની પ્રવૃત્તિઓને બંધ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરઆઇએલ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં લોબિંગ કરી રહી હતી. આ પાછળ તેણે અંદાજે 20 લાખ અમેરિકન ડોલર (અંદાજે 10 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા છે.
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે તથા અન્ય કારણો માટે વર્ષ 2009ના જાન્યુઆરીમાં જાણીતી લોબિંગ કંપની બાર્બોર ગ્રીફિથ એન્ડ રોજર્સ મારફત અમેરિકાના સંસદસભ્યોમાં લોબિંગ શરૂ કર્યું હતું.
હવે જાણવા મળે છે કે રિલાયન્સે છેલ્લા પાંચ ત્રૈમાસિક સત્રોથી અમેરિકામાં પોતાની લોબિંગ પ્રવૃત્તિઓને અટકાવી દીધી હતી અને હવે તેણે અમેરિકામાં પોતાનું લોબિંગ રજિસ્ટ્રેશન પણ રદ કરાવી દીધું છે.












Click it and Unblock the Notifications
