રિલાયન્સ જીયોના કેટલાક ગ્રાહકોને મળી રહ્યો છે ઓછો ડેટા, કેમ જાણો

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોની તરફથી મફત સેવાઓ હવે બંધ થઇ ગઇ છે. અને હવે રિલાયન્સ જીયો પોતાની સેવાઓ આપવા માટે ગ્રાહકોને પૈસા લે છે. પણ આ વચ્ચે ઇન્ટરનેટ ડેટાને લઇને એક મોટી મુશ્કેલી ગ્રાહકોની સામે આવી રહી છે. જે ગ્રાહકોએ 2 જીબી માટે રિચાર્જ કરાયું છે તેમને હાલ પણ ખાલી 1 જીબી જ ડેટા મળી રહ્યો છે. જેના કારણે ગ્રાહકો નાખુશ છે. ત્યારે આ પાછળ શું કારણ છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વિગતવાર વાંચો અહીં....

શું છે કારણ?

શું છે કારણ?

રિલાયન્સ જીયોએ પોતાની મફત સેવાઓ પૂર્ણ કરીને ઘન ઘના ઘન ઓફર લોન્ચ કરી હતી. જેમાં 1 જીબી અને 2 જીબી પ્રતિદિવસ વાળા ઇન્ટરનેટ પ્લાન હતા. પણ અનેક લોકોને 2 જીબી વાળા ઇન્ટરનેટ પ્લાન હોવા છતાં જીયો નંબર રિચાર્જ કરાવ્યા છતાં રોજનું ખાલી 1 જીબી જ ઇન્ટરનેટ ડેટા મળી રહ્યું હતું. જે પાછળનું કારણ સમજવામાં લોકોને અસમંજસ થઇ રહી હતી.

 શું છે કારણ?

શું છે કારણ?

ખરેખરમાં રિલાયન્સ જીયો પોતાના અનેક ગ્રાહકોને હજી સુધી હૈપ્પી ન્યૂયર ઓફરમાંથી શિફ્ટ નથી કરી શકી. આમ તો હેપ્પી ન્યૂયર ઓફર 31 માર્ચે પૂર્ણ થઇ ગઇ છે. પણ હજી સુધી ગ્રાહકોને તેનો ફાયદો મળી રહ્યો છે. આ કારણે 2 જીબી ઇન્ટરનેટ પ્રતિ દિવસ વાળું રિચાર્જ કરાવ્યા છતાં લોકોને ખાલી દિવસનું 1 જીબી પ્રતિદિવસનો જ ફાયદો મળી રહ્યો છે.

ઘન ઘના ઘન ઓફર

ઘન ઘના ઘન ઓફર

રિલાયન્સ જીયોની હેપ્પી ન્યૂયર ઓફર બંધ થયા પછી સમર સરપ્રાઇઝ ઓફર નીકાળી હતી. પણ ટ્રાઇના આદેશના કારણે તેણે આ સેવા બંધ કરવી પડી હતી. તે પછી 11 એપ્રિલથી જીયો ઘન ઘના ઘન ઓફર લાવ્યો હતો. જેમાં 309 અને 509 રૂપિયાનો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો. 309ના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે રોજનો 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે. જ્યારે 509ના પ્લાનમાં રોજનો 2 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે.

હેપ્પી ન્યૂયર ઓફર

હેપ્પી ન્યૂયર ઓફર

5 સપ્ટેમ્બર 2016ના રોજ રિલાયન્સ જીયોએ લોન્ચિંગ સાથે જ વેલકમ ઓફર હેઠળ 31 ડિસેમ્બર 2016 સુધી પોતાની તમામ સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. અને વેલકમ ઓફર પૂર્ણ થતા રિલાયન્સ જીયોએ 1 જાન્યુઆરી થી 31 માર્ચ 2017 સુધી હેપ્પી ન્યૂયરની ઓફર શરૂ કરી હતી. જેમાં તેની તમામ સેવાઓ મફતમાં આપવાનું કહેવામાં આવ્યું હતું. દરેક ગ્રાહકને આ દ્વારા 1 જીબી મફત ઇન્ટરનેટ ડેટા મળતો હતો. અને અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ હતી.

English summary
Reliance Jio Giving Some Users 1GB Data Per Day Instead Of 2 GB Data.
Please Wait while comments are loading...