Jioનો આ છે નવો પ્લાન, ભૂલી જાવ સમર સરપ્રાઇઝને!
રિલાયન્સ જીયોએ કોઇ અધિકૃત જાહેરાત નથી કરી પણ 9 એપ્રિલે જીયો સમર સરપ્રાઇઝ થઇ શકે છે બંધ, જો કે તેના બદલે શું જાણો અહીં.
રિલાયન્સ જીઓએ 31 માર્ચના રોજ તેની જીયો સમર સરપ્રાઇઝ ઓફરની જાહેરાત કરી હતી. અને ટ્રાઇના આદેશ પછી જીયોએ પોતાની આ ઓફર જલ્દી જ બંધ કરવાની વાત પણ સ્વીકારી હતી. જો કે તે પછી રિલાયન્સ જીયો તરફથી કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ પણ ફાયનેશિયલ એક્સપ્રેસના કહેવા મુજબ રિલાયન્સ જીયો 9 એપ્રિલને રવિવારે પોતાની આ ઓફર બંધ કરી ચૂક્યો છે. વળી કેટલાક સુત્રો પણ આ વાતને સ્વીકારે છે કે જીયો સમર સરપ્રાઇઝ બંધ થઇ ગઇ છે અને તે અંગે અધિકૃત જાહેરાત પણ ટૂંક સમયમાં થશે.

અધિકૃત જાહેરાત
ટ્રાયના આદેશ પછી સમર સરપ્રાઇઝને જીયો દ્વારા જલ્દી જ પાછી ખેંચવામાં આવશે તેવું જાણવવામાં આવ્યું હતું. જે અંગે જો ફાયનેશિયલ એક્સપ્રેસમાં છપાયેલી ખબર પર વિશ્વાસ કરીએ તો રિલાયન્સ જીયો ગત રવિવારે એટલે કે 9 એપ્રિલ 2017ના રોજે જ આ ઓફર બંધ કરી નાંખી છે.

નવો પ્લાન

શું થયું સમર સપ્રાઇઝને?
31 માર્ચે રિલાયન્સ જીયોએ તેની મફતની સેવા પૂર્ણ કરી હતી. પણ પાછળથી સમર સરપ્રાઇઝ નામે ચાલતી આ ઓફરની જીયો દ્વારા 15 દિવસ વધારવામાં આવી. જે બાદ 6 એપ્રિલે ટ્રાઇએ આ ઓફરને બંધ કરવા માટે જીયોને આદેશ આપ્યો અને જીયોએ પણ આ આદેશને સ્વીકારતા આ અંગે જલ્દી જ પગલા ભરવાનું આશ્વાસન આપ્યું.

જીયો
નોંધનીય છે કે કંપનીએ ટ્રાઇના આદેશ પછી તેના ગ્રાહકોને કહ્યું હતું કે ટ્રાઇના આદેશ પહેલા જે લોકોએ પણ સમર સરપ્રાઇઝ ઓફર લીધી છે તે આ સેવાનો લાભ લઇ શકશે. પણ ઉપરોક્ત જણાવ્યા છે તે સમાચાર મુજબ હાલ આ ઓફરને બંધ કરવામાં આવી છે. ત્યારે જીયોએ આ અંગે કોઇ સ્પષ્ટતા અધિકૃત રીતે નથી આપી. પણ આવનારા દિવસોમાં જીયો દ્વારા નવા પ્લાનને લોન્ચ કરી તેના ગ્રાહકોમાં વધારો કરવામાં આવશે તે વાત પાક્કી છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. પણ જ્યારે કોઇ તેમને કહે છે કે તમે સૌથી શક્તિશાળી છો તો તેમને આ શબ્દ નથી ગમતો. આવી જ કંઇક વાતો, મુકેશ અંબાણી વિષે જેનાથી તમે છો અજાણ..

વાંચો:
નામને લઇને જો તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો તો શીખો આ સરળ રીત સ્ટેપ બાય સ્ટેપ.












Click it and Unblock the Notifications
