રિલાયન્સ જિયોનો નફો 65 ટકા વધ્યો
રિલાયન્સ જિયોના શાનદાર પ્રદર્શનથી રિલાયન્સનો નફો વધી ગયો છે. રિલાયન્સ જિયોનો 31 ડિસેમ્બર 2018 કવાટર્રનો નફો 65 ટકા જેટલો વધીને 831 કરોડ પર પહોંચી ગયો છે.
રિલાયન્સ જિયોના શાનદાર પ્રદર્શનથી રિલાયન્સનો નફો વધી ગયો છે. રિલાયન્સ જિયોનો 31 ડિસેમ્બર 2018 કવાટર્રનો નફો 65 ટકા જેટલો વધીને 831 કરોડ પર પહોંચી ગયો છે. ગ્રાહકોની સંખ્યા વધવાને કારણે કંપનીનો નફો પણ વધ્યો છે. ગયા વર્ષે આ કવાર્ટરમાં કંપનીએ 504 કરોડ રૂપિયાનો નફો કમાયો હતો.

જો કે, રિલાયન્સ જીઓનું સરેરાશ આવક પ્રતિ ગ્રાહક (એઆરપીયુ) ઘટી રહ્યું છે, પરંતુ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારાથી તેની અસરમાં ઘટાડો થયો છે.
આ દરમિયાન કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 28 કરોડ થઇ ચુકી છે, જે એક વર્ષ પહેલા આ કવાર્ટરમાં 16 કરોડ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચેરમેન મુકેશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જિયો પરિવાર હવે 28 કરોડનો થઇ ચુક્યો છે.
આ પણ વાંચો: Alert! SBI એ તમને પણ મોકલ્યો છે આ SMS તો જલ્દી કરો આ કામ
મુકેશ અંબાણીએ જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા મોબાઈલ નેટવર્ક ઘ્વારા તે આગળ વધી રહ્યું છે. તેમને કહ્યું કે અમારી સોચ બધાને અને બધી જ વસ્તુઓને સારી ગુણવત્તા અને યોગ્ય કિંમતે જોડવાની છે. રિલાયન્સ જિયોની ઓપરેટિંગ આવક 50.9 ટકા વધીને રૂ. 10,383 કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ગાળાના 6,879 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો: અનિલ અંબાણી, અદાણી સહિત કેટલાય ઉદ્યોગપતિઓને ગહલોત સરકારનો ફટકો, 240 MoU રદ થશે












Click it and Unblock the Notifications
