For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણી, અદાણી સહિત કેટલાય ઉદ્યોગપતિઓને ગહલોત સરકારનો ફટકો, 240 MoU રદ થશે

અનિલ, અદાણીના લાખો કરોડોના 240 MoU રદ થશે

|
Google Oneindia Gujarati News

રોકાણમાં રૂચિ ન દાખવવા પર રાજસ્થાન સરકારે રિસર્જેન્ટ રાજસ્થાન ઈનવેસ્ટમેન્ટ સમિટના 200થી વધુ MoU રદ કરી દેશે. જેમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ગ્રુપ અને ગૌતમ અદાણીની અદાણી ગ્રુપ જેવી કંપનીઓ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વસુંધરા રાજે સરકારે નવેમ્બર 2015માં ઈનવેસ્ટમેન્ટ સમિટનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત તત્કાલિન સરકારે 3.37 લાખ કરોડ રૂપિયાના 470 MoU કર્યા હતા.

240 MoU રદ થશે

240 MoU રદ થશે

ઉદ્યોગ મંત્રી પરસાદી લાલ મીણા મુજબ ઈનવેસ્ટમેન્ટ મીટ બાદ ત્રણ વર્ષમાં માત્ર 124 MoU જ એવા રહ્યા જેના પર કામ થયું. આનાથી રાજસ્થાનને 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું. પરંતુ મોટી કંપનીઓએ હજુ કામ શરૂ પણ નથી કર્યું. આ કારણે તેમને નોટિસ ફટકારવામાં આવશે. નોટિસ છતાં જો કામ શરૂ ન થયું તો MoU રદ થઈ જશે. ઉલ્લેખનીય છે કે જે કંપનીઓએ MoU સાઈન કર્યા હતા તેમને સરકાર જમીન અને ટેક્સમાં રાહત આપનાર હતી. જેમાં પર્ટયન, ખનન અને મેડિકલ જેવા ક્ષેત્ર સામેલ હતાં.

દોઢ લાખ કરોડથી વધુના 240 MoU

દોઢ લાખ કરોડથી વધુના 240 MoU

જણાવી દઈએ કે રાજસ્થાન ઈનવેસ્ટમેન્ટ સમિટમાં 240 એમઓયૂ એવા હતા જેમાં દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થવાનું હતું, જેમાં પર્યટન, ખનન અને મેડિકલ જેવાં સેક્ટર સામેલ હતાં. પરંતુ કોઈપણ કંપનીએ રાજસ્થાનમાં રસ ન દાખવ્યો.

જાણો કયા સેક્ટરમાં થયું કેટલું રોકાણ

જાણો કયા સેક્ટરમાં થયું કેટલું રોકાણ

રિસર્જેન્ટ રાજસ્થાન ઈનવેસ્ટમેન્ટ સમિટમાં ટૂરિઝ્મમાં 10442 કરોડના 221 એમઓયૂ થયા હતા. જ્યારે મેડિકલ સેક્ટરમાં 2700 કરોડના 14 એમઓયૂ થયા. પરંતુ આમાં કોઈણ પ્રોજેક્ટ શરૂ નથી થય. ઉપરાંત માઈન્સમાં 76 હજાર કરોડના 25 એમઓયૂ થયા અને તેમાં રોકાણ માત્ર 1500 કરોડ રૂપિયાનું જ આવ્યું છે.

મમતા બેનરજીએ રાજ્યમાં બંધનો વિરોધ કર્યો, લેફ્ટ પર ભારે વરસ્યાં મમતા બેનરજીએ રાજ્યમાં બંધનો વિરોધ કર્યો, લેફ્ટ પર ભારે વરસ્યાં

English summary
anil ambani and adani's 224 MoU will be cancelled by rajasthan government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X