For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ ત્રણ વર્ષથી ઓછા સમયમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ ત્રણ વર્ષથી ઓછા સમયમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જણાવી દઈએ કે કંપનીએ 2 માર્ચના રોજ આ મહત્વપૂર્ણ આંકડો પ્રાપ્ત કર્યો છે. જો કે, જીયોને આ બાબતે મોકલેલા પ્રશ્નનો જવાબ અત્યાર સુધી મળી શક્યો નથી.

Reliance Jio

30 મિલિયન ગ્રાહકોનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સેલિબ્રેશન

માહિતી અનુસાર, કંપની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના વર્તમાન સત્રમાં જાહેરાતો દરમિયાન 300 મિલિયન ગ્રાહકોનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સેલિબ્રેશન કરતી જોવા મળે છે. જિયો એ એવી કંપની છે જે સૌથી ઓછા સંભવિત સમયમાં દસ મિલિયન ગ્રાહકો પ્રાપ્ત કર્યા હતા. કંપનીએ 170 દિવસમાં આ આંકડો મેળવી લીધો હતો.

ભારતી એરટેલ પાસે ડિસેમ્બર 2018 માં પૂરા થયેલા નાણાકીય ત્રિમાસિક ગાળામાં 284 મિલિયન ગ્રાહકો હતા. નિયમનકાર અનુસાર, ડિસેમ્બર સુધી ભારતી એરટેલ પાસે 340.2 મિલિયન ગ્રાહકો હતા. તમને જણાવી દઈએ કે ભારતી એરટેલને 300 મિલિયનનો આંકડો પ્રાપ્ત કરવામાં 19 વર્ષનો સમય લાગ્યો હતો. દેશના 400 મિલિયન ગ્રાહકો સાથે વોડાફોન અને એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

આ પણ વાંચો: Jio યુઝર સાવધાન, આ મેસેજથી હેક થઇ શકે છે તમારો ફોન, આ કામ કરશો નહીં

ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં પણ જિયો આગળ

માત્ર એટલું જ નહીં, જીયો સ્પીડની બાબતમાં પણ શીર્ષ પર છે. જાન્યુઆરી 2019 માં ઇન્ડિયન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) દ્વારા જાહેર કરવામાં આવેલા ઈન્ટરનેટની ઝડપના આંકડામાં રિલાયન્સ જિયો એક વાર ફરી ઇન્ટરનેટ ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં શીર્ષ પર છે. આ મહિને જીયોની સરેરાશ 4 જી ડાઉનલોડ સ્પીડ 18.8 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) છે. અગાઉ, ડિસેમ્બરમાં સરેરાશ જીયો નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.7 એમબીપીએસ હતી.

આ પણ વાંચો: Jio નો નવો ધમાકો: હવે દરરોજ મળશે 2GB ડેટા બિલકુલ FREE

તમને જણાવી દઈએ કે જીયોએ સૌથી સસ્તા પ્લાનથી ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં બાકીના ઓપરેટરોને મજબૂત સ્પર્ધા આપી છે. કંપનીએ તાજેતરમાં આઈપીએલ માટે નવી યોજના શરૂ કરી છે. આ યોજનાની કિંમત 251 રૂપિયા રાખવામાં આવી છે. તમે આ પ્લાનને પસંદ કરવા માટે માય જિયો એપનો ઉપયોગ કરી શકો છો.

English summary
Reliance Jio Subscribers Cross 30 Million
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X