Jio યુઝર સાવધાન, આ મેસેજથી હેક થઇ શકે છે તમારો ફોન, આ કામ કરશો નહીં

જો તમે રિલાયન્સ જિયોનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. છેલ્લા કેટલાક દિવસોથી Jio વપરાશકર્તાઓને એક મેસેજ મળી રહ્યો છે.

જો તમે રિલાયન્સ જિયોનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. છેલ્લા કેટલાક દિવસોથી Jio વપરાશકર્તાઓને એક મેસેજ મળી રહ્યો છે. જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તેનાથી બચીને રહો, કારણ કે આ મેસેજ તમારા ફોનને હેક કરી રહ્યો છે. જીયોના નામે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. તે મેસેજમાં લોકોને ત્રણ મહિના માટે મફતમાં 25 જીબી ડેટા આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: SBI ATM કાર્ડમાં નહીં થાય ફ્રોડ, BANKએ શરૂ કરી નવી સુવિધા

Jio વપરાશકર્તાઓ માટે ખાસ સમાચાર

Jio વપરાશકર્તાઓ માટે ખાસ સમાચાર

Reliance Jio વપરાશકર્તાઓ માટે આ સમાચાર ખૂબ જ ખાસ છે. જિયો વપરાશકર્તાના ફોન પર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં લખ્યું છે, ''BREAKING NEWS!! રિલાયન્સ જિયો ત્રણ મહિના માટે દૈનિક 25GB ડેટા મફત આપી રહ્યું છે. તેની સાથે જ લખ્યું છે કે આ ફ્રી ડેટા માટે આ એપને તરત જ ડાઉનલોડ કરો અને ઓફરને એક્ટિવ કરવા માટે રજીસ્ટર કરો. જો તમારી પર પણ આવા મેસેજ આવી રહ્યા છે તો સાવધાન થઇ જાવ.

હેક થઇ જશે ફોન

હેક થઇ જશે ફોન

જો તમે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કર્યું , તો તમારી મુશ્કેલી વધી શકે છે. તમે આ લિંક પર ક્લિક કરશો તો એક અલગ પેજ ખુલશે. જેમાં એક એપ apk એપની લિંક આપેલી હશે. આ લિંક પર ક્લિક કર્યા પછી આ એપ ડાઉનલોડ થઇ જશે અને આ એપ તમારા ફોન દ્વારા તમારા વ્યક્તિગત ડેટાને ચોરી કરવા માટે કાર્ય કરી શકે છે.

ફેક લિંકથી છેતરપિંડી

ફેક લિંકથી છેતરપિંડી

જ્યારે જીયોને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કર્યું કે આ એક ફેક લિંક છે. જીયોએ આવી કોઈ ઓફર આપી નથી. આ મેસેજમાં આપેલી લિંક તમારા ફોન ડેટાની પણ ચોરી કરી શકે છે. તમારી ખાનગી માહિતી તમારા બેંક એકાઉન્ટની માહિતી , તમારો PIN જેવી મહત્વપૂર્ણ માહિતી આ એપ દ્વારા હેકર્સ સુધી પહોંચી જશે અને હેકર્સ આરામથી તમારા એકાઉન્ટમાં છેતરપિંડી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X