રિલાયન્સ જીયોની નવી ઓફર, ગ્રાહકોને મોટો ફાયદો!

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો તેના ગ્રાહકો માટે એક નવી ખુશખબરી લઇને આવી રહ્યો છે. જેનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો. બસ તે માટે તમારે રિલાયન્સ જીયોના ગ્રાહક હોવું ફરજિયાત છે. ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ એર એશિયાની તરફથી તે તમામ લોકોને ટિકટ બુક કરાવવા પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે જે રિલાયન્સ જીયોના ગ્રાહક હોય. સામાન્ય રીતે રિલાયન્સ જીયોના ગ્રાહકો જીયોની અનેક મફત સેવાનો હાલ લાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે તેમના આ તમામની સાથે હવાઇ સફરમાં પણ 15 ટકા ડિસકાઉન્ટનો ફાયદો મળશે. વધુ વાંચો અહીં...

Read also: તમારી પાસે મોબાઇલ છે? તો આ રીતે કરો કમાણી

એપ પર છે ઓફર

એપ પર છે ઓફર

રિલાયન્સ જીયોના તે જ ગ્રાહક આ ઓફરનો ફાયદો લઇ શકશે જે એર એશિયાના મોબાઇલ એપ દ્વારા ટિકીટ બુક કરાવશે. બજારના જાણકારોનું માનીએ તો આ સ્કીમ દ્વારા રિલાયન્સ જીયોના તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે હાઇ સેલરી ક્લાસ ધરાવે છે અને વધુ હવાઇ યાત્રાઓ કરતા રહે છે.

કેવી રીતે મળશે ફાયદો

કેવી રીતે મળશે ફાયદો

આ ઓફર હેઠળ ગ્રાહકો 20 જૂન 2017 થી લઇને 30 સપ્ટેમ્બર 2017 વચ્ચે જો યાત્રા કરી રહ્યા છે તો તેમને આ 15 ટકા ડિસકાઉન્ટનો ફાયદો મેળવી શકશે. જો કે આ સિવાયની તારીખો માટે ગ્રાહકોને આ ઓફરનો ફાયદો નહીં મળે.

વધુ ઓફર

વધુ ઓફર

એટલું જ નહીં માનવામાં આવી રહ્યું છે હાલ તો ભલે એર એશિયાની આ ઓફરનો ફાયદો રિલાયન્સ જીયોના ગ્રાહકોને મળશે પણ આવનારા સમયમાં કંપની તરફથી અન્ય ચીજ વસ્તુઓ પર પણ ઓફર આવી શકે છે તેવી સંભાવના રહેલી છે. રિલાયન્સ જીયોને વધુમાં વધુ ગ્રાહકો મળે તે માટે આવી ઓફર નીકાળવામાં આવી શકે છે. વળી જીયોના મની એપ દ્વારા પણ કંપનીએ પહેલા પણ અનેક ઓફર આપી છે.

ઘન ઘના ઘન ઓફર

ઘન ઘના ઘન ઓફર

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને મફતમાં સેવા આપવા માટે ઘન ઘના ઘન ઓફર લાવ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં.

Read : ઘન ઘનો ઘન ઓફર

English summary
Reliance jio users to get 15 percent discount on air asia tickets.
Please Wait while comments are loading...