ફ્રી ફોન પછી પણ રિલાયન્સ Jio આ રીતે કમાશે કરોડો

Posted By:
Subscribe to Oneindia News

મુકેશ અંબાણીના રિલાયન્સના ગ્રુપે ગ્રાહકોને અદ્ધભૂત ભેટ આપતા જીયો ફોન લોન્ચ કર્યો છે. આ જાહેરાતની સાથે તેવું પણ જણાવામાં આવ્યું છે કે આ નવો ફોન અશંતહ ફ્રી છે. અને રિલાયન્સ જીયોના તમામ યુઝર્સને તે ફ્રી આપવામાં આવશે. જો કે મફત શબ્દ સાંભળીને અનેક લોકો રાજીને રેડ થઇ ગયા હશે ત્યાં જ તે વાત પણ વિચારવા જેવી છે આટલું બધુ મફત આપીને જીયો કમાશે કેવી રીતે? ઉલ્લેખનીય છે કે આ ફોન ફ્રી છે પણ શરતો સાથે. તમારે શરૂઆતમાં 1500 રૂપિયા ચૂકવવા પડશે જે 3 વર્ષ બાદ તમને રીફન્ડ મળશે. હવે સવાલ એ કે આમ કરવા જતાં કંપની કેવી રીતે પોતાની ભરપાઇ કરશે? તો અહીં સમજી લો રિલાયન્સ જીયોનું આખું ગણિત જેના કારણે જીયો પણ ફ્રી જીયો ફોન આપ્યા પછી પણ કરોડોની કમાણી કરશે. વિગતવાર જાણો અહીં...

સિક્યોરિટી ડિપોઝીટ છે નફો

સિક્યોરિટી ડિપોઝીટ છે નફો

રિલાયન્સ જીયોની તરફથી તમને શરતી મફત ફોન આપવામાં આવે છે. જે હેઠળ તમારે 1500 રૂપિયામાં આ ફોન શરૂઆતી સ્ક્રીમ હેઠળ ખરીદવાનો રહેશે જે તમને ત્રણ વર્ષમાં રિફન્ડ આપવામાં આવશે. રિલાયન્સને ડર છે કે ફ્રી ફોન સમજીને લોકો આ ફોનનો દૂરઉપયોગ ના કરે તે માટે કંપની 1500 રૂપિયાની કિંમત તેના ગ્રાહકો પાસેથી લઇ રહી છે. આ વાત ખુદ મુકેશ અંબાણીએ તેમની વાર્ષિક જનરલ મીટિંગમાં બધાની સમક્ષ જણાવી હતી.

વ્યાજ થી કમાણી

વ્યાજ થી કમાણી

ધારો કે માનીએ કે રિલાયન્સ જીયો તેના તમામ ગ્રાહકો પાસેથી મળનારા 1500 રૂપિયા ફિક્સ ડિપોજીટમાં મૂકી દે છે તો પણ ત્રણ વર્ષ માટે તેને સારી એવી કમાણી થઇ શકે છે. કંપનીને 6-7 ટકાના વ્યાજ દરે મૂકવાથી 290 થી 330 રૂપિયા સુધીની કમાણી થશે. વળી રિલાયન્સ એક મોટી કંપની છે જો તે પૈસા મ્ચ્યૂઅલ ફંડમાં કે શેરમાં પણ આ નાંખે છે આ પૈસા તો સારી એવી કમાણી કરી શકે છે.

કંપનીનો ટાર્ગેટ

કંપનીનો ટાર્ગેટ

કંપનીનો ટાર્ગેટ છે કે તે શરૂઆતી ધોરણે 50 લાખથી વધુ મોબાઇલ ફોન વેચે. રિલાયન્સ જીયોના સીમનો જ અનુભવ લઇએ તો લાગી રહ્યું છે કે બહુ જલ્દી જ આ ટાર્ગેટ રિલાયન્સ જીયો મેળવી લેશે તેમાં કોઇ બે મત નથી.

કમાણી

કમાણી

તેવામાં જો કંપની 50 લાખ લોકોથી 1500-1500 રૂપિયા લે છે અને બીજું કંઇજ નહીં પણ આ પૈસાને બેંકમાં ફિક્સ ડિપોજીટની જેમ મૂકે છે તો 3 વર્ષમાં પ્રતિ ગ્રાહક કંપનીને 290-330 રૂપિયા મળશે. 50 લાખ ફોન વેચીને સિક્યોરીટી ડિપોઝીટના પેટે જ બેંકમાં ફિક્સ ડિપોજીટ ભરીને કંપનીને 3 વર્ષમાં 145 થી 165 કરોડ રૂપિયાની કમાણી સીધી વ્યાજ પેટે જ થઇ જશે. આમ ગુજરાતની તરીકે મુકેશભાઇ ખોટનો ધંધો તો બિલકુલ નથી જ કરી રહ્યા તેટલું તમે સમજી લેજો.

English summary
Even after giving free phone to users, Reliance Jio will earn more than 150 crore rupees.
Please Wait while comments are loading...