રિલાયન્સ 3 વર્ષમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

અંબાણીએ એમ પણ કહ્યું કે ગેસનું ઉત્પાદન કરતા કંપનીના કેજી ડી6 બ્લોકથી બે કિલોમીટર નીચે હાલમાં જ નવો ગેસ પ્રાપ્ત થયો છે જે કંપનીના સંસાધનોના બેઝમાં નોંધપાત્ર રીતે ઉમેરો કરશે. જો કે આ પ્રસંગે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી ત્રણ વર્ષમાં આટલું મોટું રોકાણ કયા કયા ક્ષેત્રમાં કરશે તે અંગે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દેશના સૌથી મોટા બિઝનેસ જૂથ પૈકી એક રિલાયન્સના અંબાણી બંધુઓ વચ્ચે ચાલતા ખટરાગનો અંત આવ્યો હતો. જેના પરિણામે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ એકબીજા સાથે કામ કરવા હાથ મિલાવ્યા છે. અબજોપતિ અંબાણી ભાઈઓએ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં રૂપિયા 1200 કરોડનો એક સોદો કર્યો છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડે આરકોમના રાષ્ટ્રવ્યાપી ઈન્ટર સિટી ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી માટે રૂપિયા 1200 કરોડનો કરાર કર્યો છે. આ સોદામાં મોટા ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ટેલિકોમ બિઝનેસ સાહસના આરંભ માટે એમના નાના ભાઈ અનિલ અંબાણીના ઓપ્ટિક ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ સમજૂતી અનુસાર, મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની 4G (બ્રોડબેન્ડ વાયરલેસ) સેવાઓ શરૂ કરવા માટે અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના રાષ્ટ્રવ્યાપી ઓપ્ટિકલ ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરશે.












Click it and Unblock the Notifications
