For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિટી બેંક ઇન્ડિયા પર રિઝર્વ બેંકે 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેંકે સિટી બેંક પર બેંકના નિર્દેશકોના કિસ્સામાં ઉપયુક્ત અને યોગ્ય ધોરણોને ન અનુસરતા 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંકે સિટી બેંક પર બેંકના નિર્દેશકોના કિસ્સામાં ઉપયુક્ત અને યોગ્ય ધોરણોને ન અનુસરતા 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, રિઝર્વ બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે નિયમનકારી પાલનમાં અપૂર્ણતાને લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પાછળ બેન્ક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની કાયદેસરતા વિશે કોઈ પ્રશ્ન ઉઠાવાનો નથી.

citi bank

3 કરોડ રૂપિયાનો થયો દંડ

રિઝર્વ બેંક દ્વારા રજૂ કરાયેલા નિવેદન અનુસાર કેન્દ્રીય બેંકે 4 જાન્યુઆરી, 2019 ના આદેશમાં સિટી બેંક એનએ ઇન્ડિયા પર બેન્કના નિર્દેશકોના સંદર્ભમાં ઉપયુક્ત અને યોગ્ય ધોરણોને અનુસરતી નહિ હોવાથી 3 કરોડનો દંડ ફટકાર્યો છે.

જુલાઈ 2013 માં, રિઝર્વ બેંકે સિટીબેંકને તેના ગ્રાહકને જાણવાની અને એન્ટિ-મની લોન્ડરિંગ કાયદાથી સંબંધિત સૂચનાઓના ઉલ્લંઘન વિશે પત્ર લખી ચેતવ્યા હતા.

આ પણ વાંચો: કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ

ભારતમાં 35 બેંકની શાખાઓ અને 541 એટીએમ

અમેરિકાની સિટીબેંક છેલ્લા 115 વર્ષથી ભારતમાં કાર્યરત છે. રિઝર્વ બેંકના આંકડા મુજબ ભારતમાં બેંકની 35 શાખાઓ છે અને 541 એટીએમનું નેટવર્ક છે.

English summary
Reserve Bank Fined Rs 3 Crore On Citi Bank India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X