સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપશે RBI
સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપશે RBI
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપવાની ઘોષણા કરી છે. રિઝર્વ બેંકે બોર્ડ બેઠકમાં સરકારને 28000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપવાનો ફેસલો લીધો છે. બોર્ડની અધ્યક્ષતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કરી છે. બોર્ડ બેઠકમાં ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્ય, એન એસ વિશ્વનાથ, બીપી કાનૂનગો અને મહેશ કુમાર સામેલ થયા.

રિઝર્વ બેંકની આ બેઠકમાં નાણામંત્રી અુણ જેટલી પણ સામેલ થયા હતા. જણાવી દઈએ કે રિઝર્વ બેંકે નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી છે અને કહ્યું કે દેશના હાલના આર્થિક હાલાતની સમીક્ષા કરી છે. કેન્દ્રીય બેંકે કેપિટલ ફ્રેમવર્કના સીમિત ઑડિટ રિવ્યૂ બાદ સરકારને 28000 કરોડ રૂપિયાના ઈન્ટેરિમ ડિવિડન્ટ સરકારને ટ્રાન્સફર કરવાનો ફેસલો લીધો છે.
જણાવી દઈએ કે આ સતત બીજું વર્ષ હશે જ્યારે કેન્દ્રીય બેંક સરકારને ઈન્ટેરિમ ડિવિડન્ટ આપશે. પાછલા વર્ષે આરબીઆઈએ સરકારને ઈન્ટરિમ ડિવિડન્ટ તરીકે 10000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સરકારને પોતાનો ફિસ્કલ ડેફિસિટ કાબૂમાં રાખવામાં આનાથી મદદ મળશે. અગાઉ રિઝર્વ બેંક 40000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપી ચૂકી છે.
આ પણ વાંચો- આજે પણ વધ્યા પેટ્રોલના અને ડીઝલના ભાવ
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
