કોમોડિટી બોર્ડના માળખાની પુન:રચના થશે : સિંધિયા

કર્ણાયક પ્લાન્ટર્સ એસોસિએશનની 54મી વાર્ષિક સભામાં બોલતા સિંધિયાએ જણાવ્યું કે 'કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવેલા ચા અને કોફી તથા રબ્બર અને મસાલા સેક્ટર માટેના બે સર્વેક્ષણનો અભ્યાસ કર્યા બાદ કોમોડિટી બોર્ડના માળખા અને કામગીરીનું પુન: બંધારણ કરવાનો નિર્ણય લીધો છે. '
નવા માળખામાં રિપ્લાન્ટેશન, શ્રમિકોની તંગી, સંશોધનને પ્રાથમિકતા જેવા વિવિધ મુદ્દાઓને સાંકળી લેવામાં આવશે. આ ઉપરાંત વિવિધ બોર્ડમાં ટેકનોલોજી અને પ્રમોશનને કેવી રીતે વધારે પ્રોત્સાહન આપવામાં આવે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. આ બાબતે સુધારણાના સૂચનો 12મી પંચવર્ષીય યોજના (વર્ષ 2012થી 2017) સુધીમાં આવરી લેવામાં આવશે.
જ્યારે પીએસએફ સ્કીમ માટે પ્રણવ સેન કમિટી અને અન્ય નિષ્ણાતોના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. સંશોધન ક્ષેત્રે હાઇ યેલ્ડિંગ જાતોને વધારે પ્રાધાન્ય આપવાની વાત પણ સિંધિયાએ જણાવી હતી.












Click it and Unblock the Notifications
