Retail inflation: સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, છૂટક મોંઘવારીનો દર ઘટીને 6.83% થયો
એક મહિના પહેલા દેશમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023માં છૂટક ફુગાવાનો દર ઘટીને 6.83% પર આવી ગયો છે. અગાઉ જુલાઈમાં તે 7.44% હતો.
તમને જણાવી દઈએ કે જુલાઈ 2023 પહેલા એપ્રિલ 2022માં સૌથી વધુ રિટેલ મોંઘવારી દર 7.79 ટકા હતો. ગયા મહિને, જુલાઈમાં ગ્રાહક ખાદ્ય સૂચકાંક મોંઘવારી વધીને 11.51 ટકા થયો હતો.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં શાકભાજી અને ટામેટાંના ભાવમાં ભારે ઘટાડાથી રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર ઓગસ્ટમાં ઘટીને 26.14 ટકા થયો હતો જે જુલાઈમાં 37.34 ટકા હતો. કઠોળના ફુગાવાના દરમાં પણ થોડો ઘટાડો થયો છે અને તે ઘટીને 13.04 ટકા પર આવી ગયો છે જે જુલાઈમાં 13.27 ટકા હતો.
મસાલાનો મોંઘવારી દર વધીને 23.19 ટકા થયો છે જે જુલાઈમાં 21.53 ટકા હતો. મતલબ કે હવે મસાલો ખાવો મોંઘો થશે. નોન વેજ અને બિરયાની પ્રેમીઓ માટે કોઈ સારા સમાચાર નથી.
Retail inflation at 6.83% in August as compared to 7.44% in July 2023: Government of India
— ANI (@ANI) September 12, 2023
દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારીનો દર 7.73 ટકા રહ્યો છે જે જુલાઈ 2023માં 8.34 ટકા હતો. આનો અર્થ એ થયો કે દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની મોંઘવારી ઘટી છે. જ્યારે અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 11.85 ટકા રહ્યો છે જે ગયા મહિને 13.04 ટકા હતો.
તેલ અને ફેટ્સનો ફુગાવાનો દર -15.28 ટકા રહ્યો છે જે જુલાઈમાં -16.80 ટકા હતો.












Click it and Unblock the Notifications
